આમ જાન કુમાર સાનુએ રાહુલ વૈદ્યના લગ્નના આમંત્રણ વિશે પુછાતા કહ્યું
જાન કુમાર સાનુ
જાન કુમાર સાનુનું કહેવું છે કે રાહુલ વૈદ્યએ તેને આમંત્રણ આપ્યું હોત તો પણ લગ્નમાં તેણે હાજરી ન આપી હોત. રાહુલ અને અને દિશા પરમારે ૧૬ જુલાઈએ લગ્ન કરી લીધાં છે. જાન કુમાર સાનુ અને રાહુલે ‘બિગ બૉસ 14’માં હાજરી આપી હતી. આ દરમ્યાન તેમની વચ્ચે નેપોટિઝમને લઈને ખૂબ જ બબાલ થઈ હતી. આ વિશે વાત કરતાં જાન કુમાર સાનુએ કહ્યું હતું કે ‘હું રાહુલ અને દિશાને શુભેચ્છા આપું છું. પૅન્ડેમિકમાં પણ તેમણે લગ્ન કર્યાં એની મને ખુશી છે. લગ્ન ખૂબ જ સારાં હતાં. લગ્નમાં મને આમંત્રણ ન મળ્યું એને કારણે હું દુખી નથી. રાહુલનું પોતાનું ગેસ્ટ લિસ્ટ હતું અને મારે એને રિસ્પેક્ટ કરવું રહ્યું. કોઈ દુઃખ નથી. હું તેમના માટે ખુશ છું. જોકે સાચું કહું તો રાહુલે મને આમંત્રણ આપ્યું હોત તો પણ હું ન ગયો હોત, કારણ કે અમારી વચ્ચે ઘણી ઘટના થઈ ચૂકી છે. હું તેને શુભેચ્છા આપું છું અને સુખી લગ્નજીવનની શુભકામના.’

