મીનાક્ષી શેષાદ્રિ ૨૭ વર્ષ બાદ કૅમેરાની સામે આવી છે
મીનાક્ષી શેષાદ્રિ અને આદિત્ય નારાયણ
મીનાક્ષી શેષાદ્રિનું કહેવું છે કે તે આદિત્ય નારાયણની ફૅન છે. મીનાક્ષી શેષાદ્રિ ૨૭ વર્ષ બાદ કૅમેરાની સામે આવી છે. તેણે હાલમાં જ ‘ઇન્ડિયન આઇડલ 13’નું શૂટિંગ કર્યું હતું જેમાં તે ગેસ્ટ તરીકે ગઈ હતી. આ શોને વિશાલ દાદલાણી, નેહા કક્કડ અને હિમેશ રેશમિયા જજ કરી રહ્યાં છે અને આદિત્ય નારાયણ શોને હોસ્ટ કરી રહ્યો છે. આ વિશે વાત કરતાં મીનાક્ષી શેષાદ્રિએ કહ્યું કે ‘બધા જજ ખૂબ જ સક્ષમ, સ્માર્ટ અને સારા વ્યક્તિ છે. જોકે હું તો આદિત્યની ખાસ ફૅન છું. હું ઇન્ડિયન આઇડલની શરૂઆતથી જ ફૅન રહી છું, પરંતુ આજે મારા માટે ખાસ એટલા માટે છે, કારણ કે હું એમાં ગેસ્ટ તરીકે આવી છું. હું ૨૭ વર્ષ બાદ કૅમેરાને ફેસ કરી રહી છું. હું સેટ પર આવી ત્યારે થોડી નર્વસ હતી, પરંતુ શૂટ પૂરું થયું ત્યાં સુધીમાં હું ઘરે આવી હોઉં એવો એહસાસ થતો હતો.’

