તે આ શોમાં માનવ ગોહિલની દીકરી છાવીનું પાત્ર ભજવી રહી છે
અનુષ્કા મરચંડે
‘મૈં હૂં અપરાજિતા’માં જોવા મળી રહેલી અનુષ્કા મરચંડેનું કહેવું છે કે તેને બુક્સ ખૂબ પસંદ છે. તે આ શોમાં માનવ ગોહિલની દીકરી છાવીનું પાત્ર ભજવી રહી છે. તેને બુક્સ વાંચવાનું પસંદ છે અને તેને જ્યારે પણ ફ્રી ટાઇમ મળે ત્યારે બુક લઈને બેસી જાય છે. ઘણી વાર શૂટ વચ્ચે પણ તેની પાસે વધુ સમય હોય ત્યારે તે બુક માટે સમય કાઢી લે છે. આ વિશે વાત કરતાં અનુષ્કાએ કહ્યું કે ‘મારી પાસે જ્યારે પણ ફ્રી ટાઇમ હોય ત્યારે હું બુક વાંચવાનું પસંદ કરું છું. મારા બિઝી શૂટ શેડ્યુલમાંથી મને જ્યારે સમય મળે છે ત્યારે મને ખૂબ સારું લાગે છે. હું નાની હતી ત્યારથી મને વાંચવાનું ગમે છે. ત્યારથી લઈને મારું બુકનું કલેક્શન સતત વધતું જઈ રહ્યું છે. હવે હું મારા મેકઅપરૂમમાં પણ એક બુકસેલ્ફ રાખું એવું વિચારી રહી છું. હિસ્ટોરિકલ, બાયોગ્રાફિક, હેલ્થ અને ફિક્શન બુક વાંચવી મને ગમે છે. અત્યારે મારી ફેવરિટ એલેના આર્મ્સની ‘ધ સ્પૅનિશ લવ ડિસેપ્શન’ અને ઍના હુએંગની ‘ટ્વિસ્ટેડ લવ’ છે. બુકનાં પાત્ર સાથે હું અલગ લાઇફ જીવી રહી હોય એવું મને લાગે છે અને એ મને ખૂબ ગમે છે.’