હું અયુબ ખાન સાથે દેખાવાની છું. તે એક સારો ઍક્ટર છે અને અમે એક સારી ટીમ બનાવીશું.’
કામ્યા પંજાબી
‘તેરે ઇશ્ક મેં ઘાયલ’માં દેખાતી કામ્યા પંજાબીનું કહેવું છે કે તેને નેગેટિવ રોલ કરવા મળે તો એની ચિંતા નથી. તેણે ‘શક્તિ : અસ્તિત્વ કે એહસાસ કી’, ‘બનું મૈં તેરી દુલ્હન’, ‘મર્યાદા : લેકીન કબ તક’ અને ‘બેઇન્તેહા’માં કામ કર્યું છે. ‘તેરે ઇશ્ક મેં ઘાયલ’માં પોતાના રોલ વિશે કામ્યાએ કહ્યું કે ‘મેં દરેક પ્રકારના રોલ્સ ભજવ્યા છે અને મને જ્યારે આ રોલ ઑફર કરવામાં આવ્યો ત્યારે હું થોડો ખચકાટ અનુભવતી હતી, કારણ કે એ નાનકડો રોલ હતો. હું હંમેશાં ફુલ-ફ્લેજ રોલ કરવાનું સ્વીકારું છું. જોકે મેં કદી વેમ્પાયરનો રોલ નહોતો કર્યો, એથી મને જ્યારે આ રોલ ઑફર કરવામાં આવ્યો ત્યારે મેં તરત એ રોલ સ્વીકારી લીધો હતો. હું અયુબ ખાન સાથે દેખાવાની છું. તે એક સારો ઍક્ટર છે અને અમે એક સારી ટીમ બનાવીશું.’
તેને પૂછવામાં આવ્યું કે શું તને એક જ ભૂમિકામાં બંધાઈ રહેવાની ચિંતા નથી થતી? એનો જવાબ આપતાં કામ્યાએ કહ્યું કે ‘મને એની કોઈ ચિંતા નથી થતી, કારણ કે મેં ‘શક્તિ : અસ્તિત્વ કે એહસાસ કી’માં નેગેટિવ રોલ કર્યો હતો અને એ ટીવી પર યાદગાર બની ગયો હતો. જોકે મને આશા છે કે મને મૅચ્યોર લવ-સ્ટોરી જેવા રોલ પણ ઑફર કરવામાં આવે.’