Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > કૅન્સરની સારવાર માટે અમેરિકા જવા માગતી હતી હિના ખાન, મહિમા ચૌધરીએ ભારતમાં જ ટ્રીટમેન્ટ કરવા મનાવી

કૅન્સરની સારવાર માટે અમેરિકા જવા માગતી હતી હિના ખાન, મહિમા ચૌધરીએ ભારતમાં જ ટ્રીટમેન્ટ કરવા મનાવી

29 September, 2024 02:31 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પોતાને કૅન્સર છે એની જ્યારે ખબર પડી ત્યારે હિનાએ પહેલો ફોન મહિમા ચૌધરીને કર્યો હતો.

હિના ખાન અને મહિમા ચૌધરી

હિના ખાન અને મહિમા ચૌધરી


ઍક્ટ્રેસ હિના ખાન અત્યારે કૅન્સર સામે ઝઝૂમી રહી છે. બ્રેસ્ટ-કૅન્સરથી પીડિત હિના ઘણા સમયથી સારવાર લઈ રહી છે, પણ તેને જ્યારે કૅન્સરનું નિદાન થયું ત્યારે તેનો પહેલો વિચાર ટ્રીટમેન્ટ માટે અમેરિકા જવાનો હતો. પોતાને કૅન્સર છે એની જ્યારે ખબર પડી ત્યારે હિનાએ પહેલો ફોન મહિમા ચૌધરીને કર્યો હતો. મહિમા પોતે કૅન્સર-સર્વાઇવર છે અને એક પાર્ટીમાં બન્ને મળ્યાં એ પછી એકમેકના સંપર્કમાં હતાં.


હિનાએ મહિમાને ફોન કર્યો ત્યારે તેને પોતાના કૅન્સર વિશે જણાવીને કહ્યું હતું કે મેં બધું બુકિંગ કરાવી લીધું છે અને હું સારવાર માટે અમેરિકા જઈ રહી છું. આ સાંભળીને મહિમાએ હિનાને અમેરિકા ન જવા માટે સમજાવી હતી અને ભારતમાં જ સારવાર લેવાનું કહ્યું હતું. કૅન્સરની સારવાર વિશ્વભરમાં સરખી જ છે એમ જણાવતાં મહિમાએ હિનાને કહ્યું હતું કે અમેરિકામાં પણ તારી ટ્રીટમેન્ટ ભારતીય ડૉક્ટરો જ કરશે.


Whatsapp-channel Whatsapp-channel

29 September, 2024 02:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK