Hina Khan Diagnosed with Breast Cancer: હિના ખાનને કેન્સર થયું હોવાની વાતથી તેના ચાહકો તેના જલદીથી સારા થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે.
હિના ખાન (ફાઇલ તસવીર)
ટેલીવિઝન અભિનેત્રી અને બિગ બૉસ 11 ફેમ હિના ખાનને લીને (Hina Khan Diagnosed with Breast Cancer) એક શોકિંગ સમાચાર સામે આવ્યા છે. એક્ટર હિના ખાનને બ્રેસ્ટ કેન્સર થયું હોવાની માહિતી સામે આવી છે. હિના ખાન સ્ટેજ થ્રીના કેન્સરથી ડાઈગ્નોસ થઈ હોવાની માહિતી તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ફેન્સ સાથે શેર કરી છે. હિના ખાને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતાં જણાવ્યું કે બ્રેસ્ટ કેન્સરની ટ્રીટમેન્ટ શરૂ થઈ ગઈ છે અને દરેકની બેસ્ટ વિશ અને પ્રેમ માટે આભાર. હિના ખાનને કેન્સર થયું હોવાની વાતથી તેના ચાહકો તેના જલદીથી સારા થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે.
તાજેતરમાં સામે આવ્યું છે કે હિના ખાન કેન્સરથી પીડિત છે, પરંતુ હિના ખાનને કેન્સર થવાના સમાચાર પર કોઈને પણ વિશ્વાસ નથી થઈ રહ્યો. પરંતુ આ બાબતે હવે હિના ખાને પોતે કેન્સર થયાની વાત સોશિયલ મીડિયા પર કરી ત્યારે દરેક લોકોને મોટો આંચકો લાગ્યો છે. હિના ખાને બ્રેસ્ટ કેન્સર વિશે જણાવતાં ઇનસ્ટાગ્રામ (Hina Khan Diagnosed with Breast Cancer) પર લખ્યું ‘મારા વિશે કેટલીક અફવાઓ ફેલાઈ રહી છે. હું તામરી સાથે એક મહત્ત્વના સમાચાર શૅર કરવા માગું છું. ખાસ કરીને તે લોકોને, જે મને પ્રેમ કરે છે. મારી પરવા કરે છે. મને બ્રેસ્ટ કેન્સર થયું છે. આ કેન્સરનું ત્રીજું સ્ટેજ છે. તેની સારવાર શરૂ થઈ ગઈ છે. ઘણી મુશ્કેલીઓનો સામનો છતાં હું આપ સૌને ખાતરી આપું છું કે હું ઠીક છું. હું આ બીમારી સામે સંપૂર્ણપણે લડવા માટે તૈયાર છું. આ સમયે હું તે દરેક વસ્તુ કરવા માટે તૈયાર છું, જે મને મજબૂત રાખશે.`
ADVERTISEMENT
View this post on Instagram
બ્રેસ્ટ કેન્સર વિશે જણાવતાં હિનાએ કહ્યું કે “મારી પ્રાઇવસીનું ધ્યાન રાખવામાં આવે. મને તમારા પ્રેમ અને આદરની કદર છે, પરંતુ આ સમયે મારી પ્રાઇવસીનું ધ્યાન રાખવામાં આવે. મને અને મારી ફેમિલીને પૂરો વિશ્વાસ છે કે હું કેન્સરની (Hina Khan Diagnosed with Breast Cancer) જંગ જીતીને જલદી જ સાજી થઈ જાઉં, પરંતુ ત્યાં સુધી થોડું ધ્યાન રાખો. આ સમયે મને તમારા પ્રેમ અને પ્રાર્થનાની ખૂબ જ જરૂર છે.
હિના ખાનને ટીવી શો `યે રિશ્તા ક્યા કહલાતા હે` માં (Hina Khan Diagnosed with Breast Cancer) અક્ષરાના રોલથી ફેમ મળ્યો હતો. આ શોમાં તેણે સંસ્કારી વહુની ભૂમિકા ભજવીને ઘરઘરમાં પોતાની ઓળખ બનાવી હતી. ત્યારબાદ તે `બિગ બોસ 11` માં પણ જોવા મળી હતી . હિના શોની વિજેતા ન બની, પરંતુ બિગ બોસથી તેની લોકપ્રિયતા બમણી થઈ ગઈ હતી. ટેલીવિઝન શોઝ સિવાય તેણે વેબ સિરીઝ અને અનેક ફિલ્મોમાં પણ કામ કર્યું છે. હિના ખાને અનેક મ્યુઝિક વીડિયોમાં પણ પોતાના અભિનયથી લોકોના દિલ જીત્યા છે.

