સિન્ગિંગ રિયલિટી શો ‘ઇન્ડિયન આઇડલ’ને તે ઘણાં વર્ષોથી જજ કરતો આવ્યો છે. જોકે આ વખતે તે જજની ખુરસી પર નહીં દેખાય
હિમેશ રેશમિયા
હિમેશ રેશમિયાએ જણાવ્યું કે તેની પાસે ‘ઇન્ડિયન આઇડલ’ની ૧૪મી સીઝનને જજ કરવાનો સમય નથી, કેમ કે તે હાલમાં ‘સા રે ગા મા પા’ને જજ કરી રહ્યો છે. સિન્ગિંગ રિયલિટી શો ‘ઇન્ડિયન આઇડલ’ને તે ઘણાં વર્ષોથી જજ કરતો આવ્યો છે. જોકે આ વખતે તે જજની ખુરસી પર નહીં દેખાય. એ વિશે હિમેશ રેશમિયાએ કહ્યું કે ‘હું આ વખતે ‘સા રે ગા મા પા’ને જજ કરી રહ્યો છું, કારણ કે ત્યાં પણ ટૅલન્ટ અદ્ભુત છે. મારી પાસે આ શો માટે તારીખો હતી. અમે એના ચાર એપિસોડ શૂટ કરી લીધા હતા અને એ ૨૪ ઑગસ્ટથી શરૂ થશે. ‘ઇન્ડિયન આઇડલ’ની ૧૪મી સીઝન સાથે મારી તારીખો મૅચ નહોતી થતી. જોકે મને એ વાતની ખુશી છે કે કુમાર સાનુજી એ શોને જજ કરી રહ્યા છે. તેમને માટે આ સીઝન ગ્રેટ હશે. ત્યાર બાદ પણ મારી પાસે કોઈ તારીખ નથી રહેવાની. આ વર્ષના અંતમાં હું મારી ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાનો છું.’