સિંગર અને એક્ટ્રેસને એકાએક હૉસ્પિટલમાં દાખલ કરવી પડી. હિમાંશીને તાવ આવ્યો અને સાથે જ નાકમાંથી લોહી નીકળવા માંડ્યું. હિમાંશી રોમેનિયામાં પોતાની ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી, આ દરમિયાન તેમની સ્થિતિ ખરાબ થઈ ગઈ.
હિમાંશી ખુરાના
પંજાબી સ્ટાર અને બિગ બૉસ 13 ફેમ હિમાંશી ખુરાનાની તબિયત એકાએક ખરાબ થઈ ગઈ છે. સિંગર અને એક્ટ્રેસને એકાએક હૉસ્પિટલમાં દાખલ કરવી પડી. હિમાંશીને તાવ આવ્યો અને સાથે જ નાકમાંથી લોહી નીકળવા માંડ્યું. હિમાંશી રોમેનિયામાં પોતાની ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી, આ દરમિયાન તેમની સ્થિતિ ખરાબ થઈ ગઈ.
હિમાંશીની બગડી તબિયત
બિગબૉસ 13માં શેહનાઝ ગિલના અપોઝિટ પંજાબની ઐશ્વર્યા રાયના નામે જાણીતી હિમાંશી ખુરાના હાલ રોમેનિયામાં પોતાની ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. ફત્તો દે યાર બડેએ ફિલ્મમાં હિમાંશી સાથે ઈન્દર ચહલ, નિશા બાનો જેવા સ્ટાર્સ પણ સામેલ છે. હિમાંશી રોમેનિયામાં માઈનસ 7 ડિગ્રી સેલ્સિયસ દ્વારા ટેમ્પરેચરમાં શૂટ કરી રહી હતી, જેને કારણે તેને તાવ આવી ગયો. આ દરમિયાન તેના નાકમાંથી લોહી પણ નીકળવા માંડ્યું. શૂટિંગ દરમિયાન હિમાંશીની તબિયત વધારે બગડતી જોતા તેને હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવી .
ADVERTISEMENT
માઈનસ 7 ડિગ્રીમાં કર્યું શૂટ
હિમાંશી `જીત જાએંગે જહાં`, `સાડ્ડા હક`, `લેદર લાઇફ`, `ઑફિસર` અને આવી અનેક ફિલ્મો માટે જાણીતી છે. એક્ટ્રેસ ફિલ્મના એક સીક્વેન્સનું શૂટિંગ કરી રહી હતી, જેમાં તેને વરસાદમાં શૂટ કરવાનું હતું, અને તે પણ ખૂબ જ ઠંડા હવામાનમાં. હિમાંશીની સ્થિતિ બગડવા માંડી, પણ તેણે શૂટ અટકાવ્યું નહીં, તે સતત કામ કરતી રહી. હાલ તેની સ્થિતિ પહેલા કરતા સારી છે. ડૉક્ટર્સે તેને આરામ કરવાની સલાહ આપી છે.
જ્યારે ડિપ્રેશનમાં સરી પડી હિમાંશી
બિગ બૉસ 13નો ભાગ રહી ચૂકેલી, હિમાંશીએ તાજેતરમાં જ એક ચેટ શૉ દરમિયાન, જણાવ્યું કે બિગ બૉસ પછી તે માનસિક રીતે ખૂબ જ હેરાન થઈ હતી. હિમાંશીએ જણાવ્યું કે કેવી રીતે તે ડિપ્રેશનનો શિકાર બની. તેણે કહ્યું, "જ્યારે હું બિગ બૉસના ઘરમાં ગઈ, તો ક્યારેય નહોતું વિચાર્યું કે આ જીવન બદલાઈ જશે. પણ એ હકિકત નથી. ઘરમાં નેગેટિવિટીને કારણે હું ડિપ્રેશનમાં સરી પડી. મને એટલું નુકસાન થયું કે આમાંથી બહાર આવતા મને બે વર્ષ લાગી ગયા."
આ પણ વાંચો : ટીના દત્તાએ ઘણા લોકોનાં ઘર ભાંગવાની કોશિશ કરી છે : શ્રીજિતા ડે
હિમાંશી બિગ બૉસમાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી તરીકે સામેલ થઈ હતી. પણ ઘરની અંદર તેમની આસિમ રિયાઝની સાથે ખૂબ જ સારી બૉન્ડિંગ જોવા મળી. બન્નેએ ઘરની અંદર એક બીજાને ડેટ કરવાનું શરૂ કર્યું. હિમાંશીની સૌથી વધારે ફાઈટ શેહનાઝ ગિલ સાથે જોવા મળી.

