Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > બ્યુટિફુલ ઝારાના લુક માટે જશ તેની મોટી બહેનને

બ્યુટિફુલ ઝારાના લુક માટે જશ તેની મોટી બહેનને

Published : 03 June, 2021 11:28 AM | Modified : 03 June, 2021 12:07 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘હીરો-ગાયબ મોડ ઑન’માં ઝારાનું કૅરૅક્ટર કરતી યેશા રુઘાણી માને છે કે સુંદર દેખાવા માટે મેકઅપની સાથે એના ઉપયોગની સમજણ પણ હોવી જોઈએ

યેશા રૂઘાણી

યેશા રૂઘાણી


સુપરહીરોની વાત કરતી સિરિયલ ‘હીરો-ગાયબ મોડ ઑન’માં અભિષેક નિગમ સાથે જોવા મળતી ઝારા એટલે કે યેશા રૂઘાણી અત્યારે ટીવી સિરિયલમાં દેખાતી બ્યુટિફુલ ટીનેજર્સમાં ટૉપ પર છે પણ યેશા એનો બધો જશ પોતાની બહેનને આપે છે. યેશા કહે છે, ‘બ્યુટિફુલ દેખાવા માટે મેકઅપ જ નહીં પણ એનો કેટલો ઉપયોગ કરવો અને કેવો ઉપયોગ કરવો એની ખબર હોવી જોઈએ. મને આ બાબતમાં ટિપ્સ મારી સિસ્ટર પાસેથી મળે છે અને હું એનો પૂરો ઉપયોગ કરું છું.’


યેશા કહે છે કે ફૅશન અને બ્યુટી બન્ને સાથે ચાલે. જો તમે બ્યુટીની વાત કરો તો તમારે ફૅશન ફૉલો કરવી જ પડે. યેશા કહે છે, ‘ફૅશન એ જ લાંબો સમય ચાલે જે કમ્ફર્ટ આપતી હોય અને મેકઅપ પણ એ જ સારો લાગે જે ઑક્વર્ડ ફીલ ન આપતો હોય. વિન્ટેજ ફૅશન અને એ પ્રકારનો મેકઅપ તમે કાયમ ન વાપરી શકો. હું કહીશ કે સીઝન મુજબનો જ મેકઅપ હોવો જોઈએ જેથી તમને હેરાનગતિ ઓછી થાય. એવી જ રીતે ફૅશનનું પણ છે, ફૅશન તમારું કૅરૅક્ટર એસ્ટાબ્લિશ કરે એટલે એવી જ ફૅશન કરવી જોઈએ જે તમારી પસર્નાલિટીને સાચી રીતે બહાર દેખાડતી હોય. હું અલ્ટ્રામૉડર્ન નથી તો મારે અલ્ટ્રામૉડર્ન ફૅશન કરવાનું ટાળવું જોઈએ.’


Whatsapp-channel Whatsapp-channel

03 June, 2021 12:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK