‘શોલે’ના ડિરેક્ટર રમેશ સિપ્પી સાથે તે ભાગ લેશે બિગ બીના શોમાં
રમેશ સિપ્પી અને હેમા માલિની
અમિતાભ બચ્ચનના શો ‘કૌન બનેગા કરોડપતિ 13’માં હવે બસંતી જોવા મળવાની છે. રમેશ સિપ્પી દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી ‘શોલે’માં હેમા માલિનીએ બસંતીનું પાત્ર ભજવ્યું હતું અને બિગ બીએ જયનું. અમિતાભ બચ્ચનના આ શોના શાનદાર શુક્રવારના આગામી એપિસોડમાં હેમા માલિની અને રમેશ સિપ્પી જોવા મળશે. એક રીતે જોવા જઈએ તો આ ‘શોલે’નું રીયુનિયન કહી શકાય છે. આ શોમાં તેઓ બિહાઇન્ડ ધ સીનનાં ઘણાં સીક્રેટ્સ અને અજાણી વાતો કરતાં જોવા મળશે. તેમ જ હેમા માલિની અને બિગ બી ‘દિલબર મેરે’ને ફરી રીક્રિએટ કરતાં પણ જોવા મળશે. આ શોમાં જીતેલી રકમને ‘હેમા માલિની ફાઉન્ડેશન’માં ડોનેટ કરવામાં આવશે. આ ફાઉન્ડેશન મથુરામાં બાળકોના એજ્યુકેશન અને મેડિકલ ટ્રીટમેન્ટમાં પૈસાનો ઉપયોગ કરે છે.

