પોલીસ અભિનેતાને શોધી રહી છે. અભિનેતા દિલ્હીથી મુંબઈ જવા રવાના થયો હતો, પરંતુ વચ્ચે ક્યાંક ગાયબ થઈ ગયો હતો
ફાઇલ તસવીર
લોકપ્રિય સિટકોમ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવનાર ગુરુચરણ સિંહ પાંચ દિવસથી ગાયબ (Gurucharan Singh Missing Case) છે. પોલીસ અભિનેતાને શોધી રહી છે. અભિનેતા દિલ્હીથી મુંબઈ જવા રવાના થયો હતો, પરંતુ વચ્ચે ક્યાંક ગાયબ થઈ ગયો હતો. તેના પિતાએ એફઆઈઆર નોંધાવી છે. મંદાર ચાંદવડકરે, જે ગુરુચરણના સહ-અભિનેતા હતા, તેમણે જણાવ્યું કે તે અવારનવાર દિલ્હીથી મુંબઈ જતો રહે છે.
ભીડે ચિંતિત થઈ ગયા
ADVERTISEMENT
મંદાર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉ (Gurucharan Singh Missing Case)માં ગોકુલધામના એકમાત્ર સેક્રેટરી આત્મારામ તુકારામ ભીડેની ભૂમિકા ભજવે છે. ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતી વખતે તેમણે ગુરુચરણ વિશે વાત કરી છે. જોકે, તેણે કોઈ સમસ્યાનો ઉલ્લેખ ન કર્યો પરંતુ જણાવ્યું કે તે છેલ્લે ડિસેમ્બરમાં અભિનેતાને મળ્યો હતો.
મંદારે કહ્યું છે કે, “આ મારા માટે ખૂબ જ આશ્ચર્યજનક છે. તે અવારનવાર દિલ્હીથી મુંબઈ જતો રહે છે. અમે છેલ્લે ડિસેમ્બરમાં દિલીપ જોશી (જેઠાલાલ)ની દીકરીના લગ્નમાં મળ્યા હતા. અમે સાથે ઘણો સારો સમય પસાર કર્યો, પરંતુ તે પછી અમે ફરી વાત કરી નથી. અમે ફક્ત આશા રાખીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે તે સુરક્ષિત છે.
તપાસ ચાલુ
ગુરુચરણ સિંહે (Gurucharan Singh Missing Case) પાંચ દિવસ પહેલાં જ સોશિયલ મીડિયા પર પોતાની છેલ્લી પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં તે તેના પિતાને જન્મદિવસની શુભેચ્છા પાઠવતો જોવા મળ્યો હતો. ગુરુચરણ તેના પિતા સાથે ખૂબ ખુશ દેખાતા હતા. ઈન્ડિયા ટુડે સાથે વાત કરતા પિતા હરગીત સિંહે જણાવ્યું હતું કે, ગુરુચરણ 22 એપ્રિલથી ગુમ છે. તેની ફરિયાદ બાદ પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
તપાસ બાદ ગુરુચરણનો એક સીસીટીવી વીડિયો સામે આવ્યો, જેમાં તે બેગ લઈને પગપાળા જતો જોવા મળ્યો હતો. ગુરુચરણ દિલ્હીમાં પોતાના ઘરેથી મુંબઈ જવા નીકળ્યા હતા, પરંતુ તેઓ ઍરપોર્ટ ગયા ન હતા. તે દિલ્હીના પાલમ વિસ્તારમાં અહીં-ત્યાં પગપાળા ભટકતો જોવા મળ્યો હતો. તેણે એટીએમમાંથી રૂા.7 હજારનું ટ્રાન્ઝેક્શન પણ કર્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર મામલો સ્પષ્ટ નથી. તેના લગ્ન થવાના હતા અને તે આર્થિક તંગીથી પણ ઝઝૂમી રહ્યો હતો. તેની માતા પણ તાજેતરમાં બીમાર હતી, જોકે તે હવે સ્વસ્થ છે.
ગુરુચરણના અચાનક ગુમ થવાથી ચાહકો પણ આઘાતમાં છે. દરેક વ્યક્તિને આશા છે કે તેમનો ફેવરિટ એક્ટર સ્વસ્થ થઈને જલ્દી ઘરે પરત ફરે. વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, ગુરુચરણ 2008થી 2013 સુધી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો ભાગ હતો, જે પછી તેણે પુનરાગમન કર્યું પરંતુ આખરે 2020માં શૉને ફરી અલવિદા કહ્યું. કહેવાય છે કે પહેલીવાર તેણે મેકર્સ સાથેના વિવાદને કારણે શૉ છોડી દીધો હતો, પરંતુ બીજી વખત તેના પિતાની સર્જરીને કારણે તેણે આ નિર્ણય લેવો પડ્યો હતો. તારક મહેતા ઉપરાંત ગુરુચરણે સીઆઈડી અને લેફ્ટ રાઈટ લેફ્ટમાં પણ કામ કર્યું છે.