કૅલ પેને ગોરેગામની ફિલ્મસિટીમાં આ સિરિયલના સેટની મુલાકાત લીધી હતી
કલ્પેન મોદી ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના કલાકારો સાથે
પોતાને કૅલ પેન તરીકે ઓળખાવતા ગુજરાતી અમેરિકન ઍક્ટર કલ્પેન મોદીએ ગઈ કાલે ઇન્સ્ટાગ્રામ પર ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના કલાકારો સાથેના ફોટોગ્રાફ શૅર કર્યા હતા. કૅલ પેને ગોરેગામની ફિલ્મસિટીમાં આ સિરિયલના સેટની મુલાકાત લીધી હતી અને ગોકુલધામના રહેવાસીઓ સાથે ફોટો પડાવ્યા હતા. ન્યુ જર્સીમાં જન્મેલા ૪૭ વર્ષના કૅલ પેન લેખક પણ છે અને બરાક ઓબામાની સરકાર વખતે તેમના પ્રશાસનતંત્રનો ભાગ પણ રહી ચૂક્યા છે.