શો ‘પશ્મિના – ધાગે મોહબ્બત કે’ બહુ જલદી સોની સબ પર આવી રહી છે. આ એક યુનિક લવ સ્ટોરી છે જે કાશ્મીરમાં પણ શૂટ કરવામાં આવી છે.
ગૌરી તેજવાની અને ઈશા શર્મા
ગૌરી તેજવાની અને હિતેન તેજવાની હવે એક શોમાં સાથે આવી રહ્યાં છે. આ શો ‘પશ્મિના – ધાગે મોહબ્બત કે’ બહુ જલદી સોની સબ પર આવી રહી છે. આ એક યુનિક લવ સ્ટોરી છે જે કાશ્મીરમાં પણ શૂટ કરવામાં આવી છે. આ શોમાં ગૌરી અને હિતેનની સાથે ઈશા શર્મા અને નિશાંત મલ્ખાની પણ જોવા મળશે. આ શોમાં ટીવી પર મોટા પડદાનો અનુભવ જોવા મળશે. આ શોનું ઘણું શૂટિંગ કાશ્મીરના શ્રીનગર અને ગુલમર્ગમાં કરવામાં આવ્યું છે અને એમાં ઘણા ટ્વિસ્ટ અને ટર્ન્સ છે. આ શો બે જણની લવ સ્ટોરી છે જેમની લાઇફ બન્નેથી એકદમ અલગ છે. પશ્મિના એક ખૂબ જ લાઇવલી ગર્લ હોય છે જે પોતાની લવ સ્ટોરી એકદમ એપિક હોય એવું માનતી હોય છે. આ શોનું શૂટિંગ દલ લેકમાં પણ કરવામાં આવ્યું છે.