રિપોર્ટ અનુસાર ઍક્ટર મનીષ નાગદેવને નવા તોશુના પાત્રમાં સિલેક્ટ કરવામાં આવ્યો છે જે લીપ બાદ ગૌરવ શર્માની જગ્યા લેશે.
ગૌરવ શર્મા
સ્ટાર પ્લસના શો ‘અનુપમા’માં ૧૫ વર્ષનો જમ્પ આવવાનો છે. શોની વાર્તા ૧૫ વર્ષ ફાસ્ટ-ફૉર્વર્ડ થશે. એવામાં આ શોમાં ઘણા ફેરફાર થવાની શક્યતા છે. તોશુનું પાત્ર ભજવતા ગૌરવ શર્માએ અનુપમા શો છોડ્યો છે.
ગૌરવ શર્માએ કહ્યું હતું, ‘મને લાગે છે કે હવે આગળ વધવાનો સમય આવી ગયો છે. મને નથી લાગતું કે હું ૨૧ વર્ષની દીકરીના પિતાનું પાત્ર ભજવી શકીશ અને હું મારી ઍક્ચ્યુઅલ ઉંમર કરતાં મોટી ઉંમરનો રોલ ન કરી શકું. જો હું પિતાનું પાત્ર ભજવીશ તો પછી હું એ ઉંમરના પાત્રમાં ફસાઈ જઈશ. મેં મારી ચિંતા ટીમ સાથે શૅર કરી અને હું આભારી છું કે તેમણે મારી મૂંઝવણ સમજી અને મારા નિર્ણયને માન આપ્યું.’
ADVERTISEMENT
રિપોર્ટ અનુસાર ઍક્ટર મનીષ નાગદેવને નવા તોશુના પાત્રમાં સિલેક્ટ કરવામાં આવ્યો છે જે લીપ બાદ ગૌરવ શર્માની જગ્યા લેશે. ‘અનુપમા’ના આ પહેલાંના પાંચ વર્ષના લીપ બાદ ગૌરવે તોશુ તરીકે એન્ટ્રી લીધી હતી. એ પહેલાં આ પાત્ર આશિષ મેહરોત્રા ભજવતો હતો.