ગૌરવ ખન્નાએ પોતે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે આ પ્રકરણ પૂરું થયું, પણ જરૂર અને મેળ પડે તો પાછો આવવા તૈયાર
ગૌરવ ખન્ના
સુપરહિટ ટીવી-સિરિયલ ‘અનુપમા’માંથી ગૌરવ ખન્નાની એક્ઝિટ થઈ ગઈ છે એ પાકું થઈ ગયું છે. ‘અનુપમા’માં અનુજ કાપડિયાનો રોલ ભજવતા ગૌરવે પોતે આ વાત એક ઇન્ટરવ્યુમાં કહી છે. ગૌરવે બે મહિનાથી આ સિરિયલ માટે શૂટિંગ નહોતું કર્યું એને પગલે તેના ચાહકોના મનમાં સવાલ હતો કે તે સિરિયલમાં પાછો ક્યારે જોવા મળશે. જોકે ગૌરવે હવે આ સવાલનો જવાબ આપી દીધો છે.
ગૌરવે ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘સિરિયલના પ્રોડ્યુસર રાજન શાહીએ મારા પાત્રની ગ્રૅન્ડ રી-એન્ટ્રી વિશે મારી સાથે ચર્ચા કરી હતી અને અમે આ ચર્ચા નક્કર સ્વરૂપ ધારણ કરે એના માટે બે મહિના રાહ જોઈ. જોકે સિરિયલની વાર્તા આગળ વધે એ મહત્ત્વનું છે અને વધુ રાહ જોવાનો કોઈ અર્થ નથી એટલે રાજનસરને પણ એવું લાગ્યું કે મારે હવે કંઈક મોટું કરવા તરફ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.’
ADVERTISEMENT
એટલે અત્યારે તો અનુજનું પ્રકરણ સમાપ્ત થઈ ગયું છે એમ જણાવતાં જોકે ગૌરવ ખન્નાએ કહ્યું હતું કે જો વાર્તાની ડિમાન્ડ હશે અને મારા શેડ્યુલમાં બેસતું હશે તો મને પાછા ફરવાની મજા આવશે.