ધોઝ પ્રાઇસી ઠાકુર ગર્લ્સમાં ગૌહર ખાન
ધોઝ પ્રાઇસી ઠાકુર ગર્લ્સમાં ગૌહર ખાન
‘બદ્રીનાથ કી દુલ્હનિયા’ અને ‘બેગમ જાન’ જેવી ફિલ્મો કરી ચૂકેલી ગૌહર ખાન હૉટસ્ટારની અપકમિંગ સિરીઝ ‘ધોઝ પ્રાઇસી ઠાકુર ગર્લ્સ’માં જોવા મળશે. ‘ધોઝ પ્રાઇસી ઠાકુર ગર્લ્સ’ અનુજા ચૌહાણની આ જ નામની નૉવેલ પર આધારિત છે જેમાં રિટાયર જજ લક્ષ્મી નારાયણ ઠાકુર અને તેમની પાંચ દીકરીઓની વાત છે. આ દીકરીઓનાં નામ મૂળાક્ષર પ્રમાણે પાડવામાં આવ્યાં છે અને દરેકની અલગ લાક્ષણિકતા છે. દીકરીના રોલમાં અત્યાર સુધી ગૌહર ખાન અને ‘કુલ્ફીકુમાર બાજેવાલા’ ફેમ અંજલિ આનંદનાં નામ ફાઇનલ થયાં છે. ‘બિગ બૉસ’ની ૭મી સીઝનની વિજેતા તેમ જ અન્ય રિયલિટી શોમાં ચમકી ચૂકેલી ગૌહર ખાન છેલ્લે હૉટસ્ટારની સિરીઝ ‘ધ ઑફિસ’માં જોવા મળી છે.

