ગૌહર ખાન હવે નેટફ્લિક્સનો શો ‘IRL : ઇન રિયલ લવ’ને હોસ્ટ કરી રહી છે. ‘બિગ બૉસ’ દ્વારા ફેમ મેળવનાર ગૌહરે ઘણી ફિલ્મો અને ઓટીટી પર કામ કર્યું છે.
નેટફ્લિક્સનો શો હોસ્ટ કરશે ગૌહર ખાન
ગૌહર ખાન હવે નેટફ્લિક્સનો શો ‘IRL : ઇન રિયલ લવ’ને હોસ્ટ કરી રહી છે. ‘બિગ બૉસ’ દ્વારા ફેમ મેળવનાર ગૌહરે ઘણી ફિલ્મો અને ઓટીટી પર કામ કર્યું છે. તે હવે નેટફ્લિક્સના શો ‘IRL : ઇન રિયલ લવ’ માટે હોસ્ટ બની છે. તે આ શોને રણવિજય સિંઘા સાથે મળીને હોસ્ટ કરશે.
ડેટિંગ ઍપ્લિકેશન ટિન્ડર સાથે મળીને નેટફ્લિક્સ આ શો પ્રોડ્યુસ કરી રહ્યું છે. આ શોનું ટીઝર પણ યુટ્યુબ પર રિલીઝ કરવામાં આવ્યું છે. ગૌહરને શો હોસ્ટ કરવાનું ગમે છે અને તે હંમેશાં એવું કહેતી આવી છે. નેટફ્લિક્સનો શો જ્યારે તેને ઑફર કરવામાં આવ્યો ત્યારે તેણે આ તક તરત જ ઝડપી લીધી
હતી.
રણવિજય સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ગૌહરે કૅપ્શન આપી હતી, ‘IRL : ઇન રિયલ લવ. આ ન્યુઝને લઈને હું ખૂબ એક્સાઇટેડ છું જેને નેટફ્લિક્સની યુટ્યુબ ચૅનલ પર રજૂ કરવામાં આવ્યો છે. અમારો શો ટૂંક સમયમાં રિલીઝ થશે.
આ શો ખૂબ પ્રેમથી બનાવવામાં આવ્યો છે. આ શો હોસ્ટ કરીને અમને ખૂબ મજા પડી હતી. તમારા સુધી આ શો પહોંચાડવા માટે ખૂબ આતુર છું. જલદી મળીશું.’