નવા નિયમ પ્રમાણે સેટ પર સૌની RTPCR ટેસ્ટ કરવામાં આવતી હતી. એ દ્વારા તેમને જાણ થઈ હતી કે ૪ જણ પૉઝિટિવ મળી આવ્યા છે. તેમને હાલમાં હોમ-ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે.
‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’નાં સેટ પર ચાર લોકો થયાં કોરોનાથી સંક્રમિત
‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના સેટ પર ૧૧૦ લોકોની ટેસ્ટ કરાવવામાં આવી હતી, જેમાંથી ૪ લોકો કોરોના સંક્રમિત થયા છે. થોડા સમય પહેલાં ભીડેનું પાત્ર ભજવનાર મંદાર ચંદવાડકરને કોરોના થયો હતો. તાજેતરમાં જ આપવામાં આવેલા દિશાનિર્દેશો મુજબ સેટ પર સૌની ટેસ્ટ કરાવવાનું ફરજિયાત થયું છે. એવામાં કેટલાક કલાકારોની સાથે સેટના લોકો કોરોના પૉઝિટિવ મળી આવ્યા છે. જોકે લીડ ઍક્ટર્સને કોરોના નથી થયો. મહારાષ્ટ્રમાં લાગુ થયેલા નવા લૉકડાઉનના નિયમ પ્રમાણે ૧૫ દિવસો માટે ફિલ્મો અને ટીવીના શોનું શૂટિંગ બંધ કરવાની ફરજ પડી છે. ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના મેકર્સે ધાર્યું નહોતું કે શૂટિંગ બંધ કરવાનો આદેશ આપવામાં આવશે. નવા નિયમ પ્રમાણે સેટ પર સૌની RTPCR ટેસ્ટ કરવામાં આવતી હતી. એ દ્વારા તેમને જાણ થઈ હતી કે ૪ જણ પૉઝિટિવ મળી આવ્યા છે. તેમને હાલમાં હોમ-ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે.