પંડ્યા સ્ટોરના સેટ પર લાગી આગ
સ્ટાર પ્લસ પર આવતી સિરિયલ ‘પંડ્યા સ્ટોર’ના સેટ પર આગ લાગી ગઈ છે. જોકે આ આગમાં જાનહાનિના સમાચાર નથી. સેટને નુકસાન ઘણું થયું છે. આગનાં ચોક્કસ કારણ નથી જાણી શકાયાં. આ શો ૨૫ જાન્યુઆરીએ શરૂ થયો છે.
ADVERTISEMENT
શોમાં કિન્શુક મહાજન, શાઇની દોશી, કૃત્તિકા દેસાઈ અને કૃણાલ પંડિત લીડ રોલમાં છે. આ એક ફૅમિલી એન્ટરટેઇનમેન્ટ શો છે. સેટ પર આગ લાગવાના સમાચાર મળતાં અનેક કલાકારોએ ચિંતા વ્યક્ત કરી છે. સેટ ગોરેગામની ફિલ્મસિટીમાં છે. શૂટિંગ પૂરું થયા બાદ ‘પંડ્યા સ્ટોર’ના સેટના કેટલાક ભાગમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં કેટલું નુકસાન થયું છે એનું આકલન હજી કરવાનું બાકી છે. જોકે આગ વિકરાળ નહોતી એથી કામ પણ અટકાવવામાં નહોતું આવ્યું. કલાકારો અને તમામ ક્રુ મેમ્બર્સ સલામત હોવાથી શૂટિંગ ફરી શરૂ કરવામાં આવ્યું હતું.

