અમિતાભ બચ્ચન અને KBCના મેકર્સ વિરુદ્ધ લખનઉમાં નોંધાઈ FIR
અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ના શો 'કૌન બનેગા કરોડપતિ' (Kaun Banega Crorepati) સિઝન 12ને લઈને વિવાદ શરૂ થઈ ગયો છે. લખનઉમાં અમિતાભ બચ્ચન અને KBCના મેકર્સ વિરુદ્ધ હિન્દૂની લાગણીને ઠેસ પહોંચાડવાના આરોપમાં કેસ ફાઈલ થયો છે. શોના એક એપિસોડ દરમ્યાન આંબેડકર અને મનુસ્મૃતિને લઈને કરાયેલા સવાલ પર જ બિગ બી અને KBCના મેકર્સ પર આ કાર્યવાહી થઈ છે.
'કૌન બનેગા કરોડપતિ' સિઝન 12ના એક એપિસોડમાં સામાજિક કાર્યકર્તા બેજવાડા વિલ્સન અને એક્ટર અનુપ સોની હોટ સીટ પર હતા. તેમને 6.40 લાખ રૂપિયા માટે સવાલ કર્યો હતો કે, ‘25 ડિસેમ્બર 1927ના રોજ ડો. આંબેડકર અને તેમના સમર્થકોએ કઈ ધાર્મિક બુકની કોપી સળગાવી હતી’. તેના વિકલ્પ હતા, ‘વિષ્ણુ પુરાણ, ભગવદગીતા, ઋગ્વેદ અને મનુસ્મૃતિ’. સાચો જવાબ હતો ‘મનુસ્મૃતિ’. ત્યારબાદ અમિતાભ બચ્ચને દર્શકોને જણાવ્યું કે, ડો. આંબેડકરે જે મનુસ્મૃતિની નિંદા કરી હતી, તેની કોપીઓ 1927માં સળગાવવામાં આવી હતી. સોશ્યલ મીડિયા પર તેનો વિરોધ શરૂ થઇ ગયો અને યુઝર્સે કહ્યું કે, આનાથી હિન્દૂઓની લાગણીને ઠેસ પહોંચી છે.
ADVERTISEMENT
આ એપિસોડ ટેલિકાસ્ટ થતા જ વિવેક રંજન અગ્નિહોત્રીએ ટ્વીટ કર્યું હતું, ‘KBCને કમ્યુનિસ્ટે હાઇજેક કરી લીધું છે. માસુમ બાળકો એ શીખે કે કલ્ચર વોર કઈ રીતે જીતવાની છે. આને કોડિંગ કહે છે’.
વિવેક સિવાય અન્ય ઘણા યુઝર્સે પણ આ બાબતે સવાલ કર્યા છે. લોકોનો આરોપ છે કે વિકલ્પોમાં માત્ર એક ધર્મ વિશેષની બુક્સનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જે ખોટું છે.

