આ શોને ૨૩ વર્ષ થઈ ગયાં છે અને એથી એકતાએ શોની એક ઝલક ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી છે.
સ્મૃતિ ઈરાની અને એકતા કપૂર
એકતા કપૂરે ‘ક્યુંકી સાસ ભી કભી બહૂ થી’ માટે સ્મૃતિ ઈરાનીને પસંદ કરવાના થોડા દિવસ પહેલાં જ તેનો કૉન્ટ્રૅક્ટ ફાડી નાખ્યો હતો. આ શોમાં સ્મૃતિ ઈરાનીએ તુલસી વીરાણીનું પાત્ર ભજવ્યું હતું. આ શોને ૨૩ વર્ષ થઈ ગયાં છે અને એથી એકતાએ શોની એક ઝલક ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી છે. આ વિશે એકતાએ લખ્યું કે ‘૧૯૯૪નું વર્ષ. હું મારી ફ્રેન્ડ શબીનાના ઘરમાં બેઠી હતી અને પંડિત જનાર્દને મને જોઈ અને મને કહ્યું હતું કે મારી પોતાની એક કંપની હશે. મેં તેમને કહ્યું કે હું ઑગસ્ટમાં જ શરૂ કરવાનું પ્લાનિંગ કરી રહી છું. તેમણે મને કહ્યું કે બધું સારું રહેશે, પરંતુ તને ૨૫ વર્ષ થાય ત્યારે શરૂ કરજે. એ સમયે તું એવો શો બનાવીશ જેને લોકો રામાયણ અને મહાભારતને દૂરદર્શન પર જોતા એ રીતે સાથે બેસીને જોશે. મેં તેમને કહ્યું કે મને નથી લાગતું કે હું માઇથોલૉજિકલ શો બનાવી શકું, પરંતુ એમ છતાં જોઈએ.
View this post on Instagram
ADVERTISEMENT
૨૦૦૦નું વર્ષ. છ વર્ષ થઈ ગયાં હતાં મારી ‘હમ પાંચ’ને. મેં સમીર સરને કહ્યું કે મને ડ્રામા આપો, કારણ કે સાઉથ ઇન્ડિયામાં મારા ડ્રામા સફળ હતા અને હિન્દી ચૅનલ પર પણ એવા હોવા જોઈએ એવું મને લાગતું હતું. તેમણે મને હા કહી. એ જ વર્ષે માર્ચમાં મેં એક નવી છોકરીને એક મહત્ત્વના રોલ માટે સાઇન કરી હતી. મેં તેની ટેપ જોઈ અને તેનો કૉન્ટ્રૅક્ટ ફાડી નાખ્યો અને તેને લીડ રોલ માટે સાઇન કરી. એ જ દિવસે સ્મૃતિ ઈરાનીનો જન્મદિવસ પણ હતો. ૨૦૨૩નું વર્ષ છે. ગુરુપૂર્ણિમા છે અને હું મારા દીકરા સામે જોઈને વિચારતી હતી કે ‘ખેલનેવાલે બૈઠકે દેખેંગે... નયે ખિલાડી ખેલ યે ખેલેંગે... રિશ્તોં કા રંગ બદલા... નાતોં કા ઢંગ બદલા... આઇના ફિર ભી વહીં.’ ગુરુપૂર્ણિમાની દરેકને શુભેચ્છા અને લાઇફથી હંમેશાં શીખતા રહો.’