Dolly Sohi No More: ડોલી સોહીના મૃત્યુ પહેલા જ તેની નાની બહેન અમનદીપ સોહીનું પણ પીળિયો થવાને કારણે મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા હતા.
ડોલી સોહી (તસવીર: ઇન્સ્ટાગ્રામ)
કી હાઇલાઇટ્સ
- અભિનેત્રીની કેન્સર માટેની સારવાર છેલ્લા ઘણા સમયથી મુંબઈની એક હોસ્પિટલમાં ચાલી રહી છે
- ડોલી સોહી અને અમનદીપ સોહી આ બંનેના આકસ્મિક નિધનથી પરિવારમાં ભારે માતમ છવાયો
- 2023માં પોતાને સર્વાઇકલ કેન્સર હોવાની જાણ થઈ હતી
આજે ટેલિવિઝન જગતમાંથી ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. તમને જણાવી દઈએ કે ‘કુમકુમ ભાગ્ય’ અને ‘દેવો કે દેવ-મહાદેવ’ જેવા અત્યંત લોકપ્રિય થયેલા ટીવી શૉમાં પોતાના અભિનયથી ખૂબ જ ચર્ચિત થયેલી અભિનેત્રી ડોલી સોહીએ કેન્સરને કારણે પોતાના પ્રાણ ગુમાવ્યા (Dolly Sohi No More) છે. છેલ્લા ઘણા સમયથી તે કેન્સરથી લડી રહી હતી અને હવે તેણે આ દુનિયાને અલવિદા કહી દીધું છે.
થોડાંક કલાકો પહેલા જ અન્ય બહેને પણ દુનિયા છોડી
ADVERTISEMENT
જોકે, ટીવી અભિનેત્રી ડોલી (Dolly Sohi No More)ના પરિવારજનો માથે તો જઅને દુઃખનો પહાડ જ તૂટી પડ્યો છે. કારણકે ડોલી સોહીના મૃત્યુ પહેલા જ તેની નાની બહેન અમનદીપ સોહીનું પણ પીળિયો થવાને કારણે મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા હતા.
મુંબઈની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી ડોલી સોહીની
તમને જણાવી દઈએ કે ભાભી, કલશ, દેવો કે દેવ-મહાદેવ જેવા અનેક પ્રચલિત ટેલિવિઝન શૉ કરી ચુકેલી અભિનેત્રી ડોલી સોહી લાંબા સમયથી સર્વાઈકલ કેન્સરથી પીડિત હતી, આ સાથે જ પ્રાપ્ત અહેવાલો અનુસાર આ અભિનેત્રી (Dolly Sohi No More)ની કેન્સર માંતેની સારવાર છેલ્લા ઘણા સમયથી મુંબઈની એક હોસ્પિટલમાં ચાલી રહી હતી.
ડોલી સોહીના અંતિમ સંસ્કાર ક્યારે?
પ્રાપ્ત અહેવાલો અનુસાર આજે બપોરે ડોલીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ડોલી સોહી અને અમનદીપ સોહી આ બંનેના આકસ્મિક નિધનથી પરિવારમાં ભારે માતમ છવાયો છે. ડોલીના નિધનના સમાચાર શૅર કરતી વખતે પરિવારે જણાવ્યું હતું કે, અમારી પ્રિય ડોલી આજે વહેલી સવારે તેના સ્વર્ગસ્થ થઈ છે. તેના મૃત્યુથી અમને આઘાત લાગ્યો છે. આજે બપોરે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
ડોલી સોહી (Dolly Sohi No More) છેલ્લે ‘ઝનક’ અને ‘પરિણીતી’ ટીવી શૉમાં જોવા મળી હતી. આ સિવાય તે ભાભી, કલશ, મેરી આશિકી તુમ સે હી અને ખૂબ લડી મર્દાની ઝાંસી કી રાની જેવા ઘણા ટીવી શૉમાં પણ તેણે પોતાના અભિનયથી સૌના દિલ જીતી લીધા હતા.
હાલમાં જ તેણે તેના શૉ ‘ઝનક’માંથી બ્રેક લીધો હતો. પોતે છેલ્લા ઘણા સમયથી કેન્સર સામે લડી રહી હતી માટે તેણે શો છોડવાનો નિર્ણય કર્યો હતો. કીમોથેરાપી બાદ તે અતિશય નબળાઇનો સામનો પણ કરતી હતી. આ કારણે જ તેની માટે શૉમાં કામ કરવું મુશ્કેલ બન્યું હતું. છેલ્લા ઘણા સમયથી તે પોતાની સારવાર પર ધ્યાન આપી રહી હતી.
બહેન અમરદીપ કયા કારણોસર મૃત્યુ પામી?
પ્રાપ્ત અહેવાલો અનુસાર અમનદીપનું મોત પીળીયો થવાને કારણે થયું હતું. ડોલી (Dolly Sohi No More) વિશે વાત કરવામાં આવે તો તેને 2023માં પોતાને સર્વાઇકલ કેન્સર હોવાની જાણ થઈ હતી. જો કે, આ સમય દરમિયાન પણ તે સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સ સાથે જોડાયેલી રહી. તે અવારનવાર તેના મિત્રો અને પરિવારના સભ્યો સાથે ખૂબ જ મસ્તી કરતી હોય તેવા ફોટા શેર કરતી હતી.

