કિકુ શારદા કેમ અકબર ન બન્યો?
કિકુ શારદા અને વિશાલ કોટિયન
જો યાદ હોય તો બિગ મૅજિક પર ‘અકબર બીરબલ’ નામનો શો આવતો હતો, જે સુપરહિટ થયો હતો. અકબર-બીરબલ પર આધારિત શો કરવાનું સ્ટાર ભારતે નક્કી કર્યું ત્યારે ચૅનલે નક્કી રાખ્યું હતું કે કોઈ પણ હિસાબે એ જ જોડીને ફરીથી લાવવી. વાત ઍક્ટરો સાથે શરૂ થઈ અને એ શોમાં બીરબલ બનતા વિશાલ કોટિયને હા પાડી દીધી, પણ શોમાં અકબર બનતા કિકુ શારદાએ ના પાડી દીધી. બન્યું એવું હતું કે બન્ને વચ્ચે શો દરમ્યાન સ્ક્રિપ્ટની બાબતમાં ભારોભાર વિવાદ થતો હતો અને પ્રોડક્શન-હાઉસે ઘણા પૈકીના આ એક કારણે પણ શોનું પૅકઅપ કરી નાખ્યું હતું.કિકુને ચૅનલે સમજાવવાની કોશિશ કરી અને હવે વિવાદ નહીં થાય એવી બાંયધરી પણ આપી, પરંતુ ચૅનલની કોઈ વાત માનવા કિકુ તૈયાર નહોતો એટલે નાછૂટકે ચૅનલે અસગર અલીને અકબરના રોલ માટે પસંદ કરવો પડ્યો. કહેવાય છે કે કિકુ શારદાને આ રોલની ઑફરના બદલામાં ‘ધી કપિલ શો’ કરતાં ઑલમોસ્ટ ડબલ પેમેન્ટની પણ ઑફર કરવામાં આવી હતી, પણ વિશાલ કોટિયન સાથે કામ કરવા કિકુ રાજી નહોતો એટલે તે માન્યો નહીં.

