અભિનેત્રીની પોસ્ટ જોઈને તેના ચાહકો દંગ રહી ગયા હતા. પણ, આથી વધારે ચોંકાવનારી વાત એ છે કે હવે અભિનેત્રીએ પોતાની સાથે લગ્ન કર્યાના બે મહિનામાં પ્રેગ્નેન્ટ પણ થઈ ગઈ છે?
કનિષ્કા સોની (તસવીર સૌજન્ય ઇન્સ્ટાગ્રામ)
ટેલીવિઝન ધારાવાહિક (Television Serial) `દીયા ઔર બાતી` (Diya aur Baati Fame Kanishka Soni) ફેમ કનિષ્કા સોની તાજેતરમાં જ `પોતોની સાથે લગ્ન કરવા`ને (Sologamy) કારણે ચર્ચામાં હતી. હકિકતે, કનિષ્કા સોનીએ (Kanishka Soni) પોતાના સોશિયલ મીડિયા (Social Media) પર સિંદૂર લગાડીને મંગળસૂત્ર પહેરીને એક તસવીર શૅર કરી જણાવ્યું હતું કે તેણે પોતાની સાથે લગ્ન કરી લીધાં હતાં. અભિનેત્રીની પોસ્ટ જોઈને તેના ચાહકો દંગ રહી ગયા હતા. પણ, આથી વધારે ચોંકાવનારી વાત એ છે કે હવે અભિનેત્રીએ પોતાની સાથે લગ્ન કર્યાના બે મહિનામાં પ્રેગ્નેન્ટ પણ થઈ ગઈ છે?
અભિનેત્રીઓ પોતે જણાવી હકિકત
હકિકતે, કનિષ્કાએ પોતાની તસવીર શૅર કરી અને સાથે લખ્યું છે કે, "હું સેલ્ફ મેરિડની જેમ જ સેલ્ફ પ્રેગ્નેન્ટ નથી. આ માત્ર યૂએસએના સરસ પિઝ્ઝા, બર્ગર છે જેને કારણે મારું વજન વધી ગયું છે. પણ મને આમાં કોઈ જ વાંધો નથી. હું, અહીં એન્જૉય કરી રહી છે."
ADVERTISEMENT
View this post on Instagram
બે મહિના પહેલાં કર્યાં હતાં પોતાની સાથે લગ્ન
જણાવવાનું કે `દીયા ઔર બાતી હમ` ફેમ એક્ટ્રેસ કનિષ્કા સોનીએ બે મહિના પહેલા પોતાની સાથે લગ્ન કરી લીધાં હતાં. તેમણે, આ વાતની જાહેરાત કરતા પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પોતાની તસવીરો શૅર કરી હતી. આ તસવીરોમાં તે ગળામાં મંગળસૂત્ર અને સેંથામાં સિંદૂર લગાડેલી જોવા મળે છે. જણાવવાનું કે કનિષ્કા સોની એવું કરનારી ભારતની બીજી મહિલા છે.
View this post on Instagram
કનિષ્કાએ પોસ્ટ કરી હતી તસવીરો
તસવીરો શૅર કરતા કનિષ્કાએ લખ્યું હતું, "મેં મારી સાથે લગ્ન કરી લીધાં છે. મેં મારા બધા સપનાં પૂરા કર્યા છે અને એકમાત્ર હું જ છું તે વ્યક્તિ જેને હું પ્રેમ કરું છું. બધાં પ્રશ્નોનો જવાબ એ પણ છે કે મને કોઈ માણસની જરૂર નથી. હું હંમેશાં મારા ગિટારની સાથે એકલા અને એકાંતમાં ખુશ છું... હું દેવી છું, મજબૂત અને શક્તિશાળી. શિવ અને શક્તિ બધું મારી અંદર છે. આભાર."
આ પણ વાંચો : Samntha:પોતાની બીમારી અંગે ખોટા મીડિયા રિપૉર્ટ્સ પર ભડકી એક્ટ્રેસ, કહ્યું આ...
કોણ છે કનિષ્કા સોની?
કનિષ્કાની વાત કરીએ તો તેણે `દીયા ઔર બાતી હમ`, `પવિત્ર રિશ્તા`, `દેવી આદિ પરાશક્તિ` જેના અનેક શૉઝ કર્યા છે, જેથી તેને ઘરે ઘરે ઓળખ મળી ગઈ હતી. તો, હવે તેણે ટીવી ઇન્ડસ્ટ્રી છોડી દીધી છે અને પોતાના હૉલિવૂડ ડેબ્યૂની તૈયારીમાં લાગેલી છે.

