ઇટલીમાં લૂંટાયા બાદ ઇમર્જન્સી પાસપોર્ટ મેળવીને ઇન્ડિયન એમ્બેસીનો આભાર માન્યો દિવ્યાંકા ત્રિપાઠી ને વિવેક દહિયાએ
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા યુરોપ ફરવા ગયાં હતાં. ઇટલીના ફ્લોરેન્સ શહેરમાં તેમનાં બૅન્કનાં કાર્ડ્સ, મોંઘી વસ્તુઓ સાથે તેમના પાસપોર્ટ પણ ચોરી થયાં હતાં. તેઓ એક રિસૉર્ટમાં પહોંચ્યાં હતાં અને રિસૉર્ટના પ્રિમાઇસિસમાં તેમની કારનો કાચ તોડીને એમાંથી સામાન ચોરી કરવામાં આવ્યો હતો. પાસપોર્ટ ચોરી થતાં તેમણે ભારત આવવા માટે ઇન્ડિયન એમ્બેસી પાસે ઇમર્જન્સી પાસપોર્ટની અપીલ કરી હતી. એ મળી જતાં તેઓ ટૂંક સમયમાં ઘરે પાછાં ફરવાનાં છે. ઇમર્જન્સી પાસપોર્ટ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને દિવ્યાંકાએ કૅપ્શન આપી, ‘વહેલાસર ભારત આવવાનાં છીએ. તમારા સૌના પ્રેમ અને સપોર્ટ માટે આભાર. સૌથી વધુ આભાર ઇન્ડિયન એમ્બેસીનો માનીએ છીએ કે તેમના સપોર્ટને કારણે અમારી ઘરવાપસી શક્ય બની છે.’

