Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ‘અદૃશ્યમ’ દ્વારા મને નવું એક્સપ્લોર કરવાની તક મળી છે : દિવ્યાંકા ​ત્રિપાઠી દહિયા

‘અદૃશ્યમ’ દ્વારા મને નવું એક્સપ્લોર કરવાની તક મળી છે : દિવ્યાંકા ​ત્રિપાઠી દહિયા

26 January, 2024 05:55 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દિવ્યાંકા ​ત્રિપાઠી દહિયા આગામી શો ‘અદૃશ્યમ-ધ ઇન્વિઝિબલ હીરોઝ’માં ઍક્શન કરતી દેખાશે.

દિવ્યાંકા ત્રિપાઠી દહિયા

દિવ્યાંકા ત્રિપાઠી દહિયા


દિવ્યાંકા ​ત્રિપાઠી દહિયા આગામી શો ‘અદૃશ્યમ-ધ ઇન્વિઝિબલ હીરોઝ’માં ઍક્શન કરતી દેખાશે. આ શો સોની લિવ પર ટૂંક સમયમાં સ્ટ્રીમ થવાનો છે. શોમાં તેની સાથે એજાઝ ખાન પણ દેખાશે. દિવ્યાંકાનું માનવું છે કે આ શોના માધ્યમથી તેને નવા હોરાઇઝન્સને એક્સપ્લોર કરવાની તક મળી છે. એ વિશે દિવ્યાંકાએ કહ્યું કે ‘હું હંમેશાં એવાં કૅરૅક્ટર પસંદ કરુ છું જે સ્ટ્રેંગ્થને દેખાડે અને પાર્વતીનો મારો રોલ એમાંથી બાકાત નથી. મારા અગાઉના રોલ કરતા ‘અદૃશ્યમ-ધ ઇન્વિઝિબલ હીરોઝ’ના મારા એ રોલને જે અલગ કરે છે એ છે દેશની રક્ષામાં તેનું યોગદાન. આ રોલના ઉત્સાહમાં અતિશય ઍક્શને ઉમેરો કર્યો, એને પ્રેક્ટિસ કરતી વખતે અને પર્ફોર્મ કરતી વખતે મેં ખૂબ એન્જૉય કર્યું હતું. કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવું હંમેશાંથી પડકારજનક રહ્યું છે અને ‘અદૃશ્યમ-ધ ઇન્વિઝિબલ હીરોઝ’એ મને મારા નવા હોરાઇઝન્સ એક્સપ્લોર કરવાની તક આપી છે.’


Whatsapp-channel Whatsapp-channel

26 January, 2024 05:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK