નાગિન 5માં સરપ્રાઇઝ લઈને આવશે ધીરજ ધુપર
ધીરજ ધુપર
‘નાગિન 5’ના લીડ ઍક્ટર શરદ મલ્હોત્રાને કોરોના થયો છે એટલે તેની જગ્યાએ હાલ પૂરતું ‘ચીલ’નું પાત્ર દર્શકોનું મનોરંજન કરશે જે ધીરજ ધુપર ભજવી રહ્યો છે. ‘નાગિન 5’ની શરૂઆતના અમુક એપિસોડમાં હિના ખાન, મોહિત મલ્હોત્રા સાથે ધીરજ ધુપરનો કેમિયો જોવા મળ્યો હતો. એ પછી સિરિયલની કમાન લીડ ઍક્ટર્સ સુરભિ ચન્દ્રા, મોહિત સહેગલ અને શરદ મલ્હોત્રાએ સંભાળી હતી. હાલ શરદ કોરોના-પૉઝિટિવ હોવાથી ધીરજ ધુપર ફરી ‘ચીલ’ તરીકે જોવા મળશે જેથી શૂટિંગ અટકી ન જાય અને વાર્તા પણ આગળ વધે.
શો સાથે જોડાયેલાં સૂત્રોનું કહેવું છે કે ‘નાગિન 5’ના આગામી એપિસોડ્સ થ્રિલર હશે, કારણ કે ધીરજની એન્ટ્રી સરપ્રાઇઝ લઈને આવશે. શોની આગળની વાર્તા એવી છે કે વીર (શરદ મલ્હોત્રા) મૃત્યુ પામ્યો છે કે નહીં અથવા ‘ચીલ’નું પાત્ર એ જ છે કે નહીં એ વિશે દર્શકો મૂંઝાઈ જશે.