દેવોલીના ભટ્ટાચાર્જી ‘સાથ નિભાના સાથિયા 2’માં ફરી એક વખત ગોપી બહૂના રોલમાં પાછી ફરી રહી છે.
દેવોલીના ભટ્ટાચાર્જી
દેવોલીના ભટ્ટાચાર્જી ‘સાથ નિભાના સાથિયા 2’માં ફરી એક વખત ગોપી બહૂના રોલમાં પાછી ફરી રહી છે. છેલ્લાં ૧૦ વર્ષથી તેની ઓળખ ગોપી બહૂ તરીકે થઈ છે. પોતાના આ ફેવરિટ પાત્રને ફરીથી સ્ક્રીન પર જીવંત કરવા માટે દેવોલીના પણ ખૂબ ઉત્સાહી છે. આ રોલ માટે તેણે મેકર્સનો પણ આભાર માન્યો છે. સેટ પરનો પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને દેવોલીનાએ કૅપ્શન આપી હતી, ‘દસ વર્ષ થયાં છે ‘ગોપી’ તરીકે. આ એક સંયોગ કહેવાય કે ૦૬-૦૬-૨૦૧૨ના મેં ગોપી તરીકેની મારી જર્નીની શરૂઆત કરી હતી અને હવે ૦૬-૦૬-૨૦૨૨ના હું ફરીથી ગોપી તરીકે પાછી આવી રહી છું. આ આશીર્વાદ છે. આ પાત્ર પ્રતિ આભાર વ્યક્ત કરવો મારા માટે સરળ નથી. કોઈ ફરક નથી પડતો કે મેં શું કામ કર્યું છે, પરંતુ સાથિયા અને ગોપી હંમેશાં મારા દિલની અને મારી નજીક રહેશે. જોકે ‘સાથિયા 2’માં હું ઘણા સમય સુધી નહોતી જોડાઈ, પરંતુ એ પાત્રને બીજી સીઝનમાં ફરીથી જીવવું મને ખુશી આપે છે. મારા અને ગોપી માટે પ્રેમ દેખાડવા માટે હું રશ્મિ શર્મા મૅમનો આભાર માનું છું. પવન કુમાર જો ૧૦ વર્ષ અગાઉ તમે ગોપીને પસંદ ન કરી હોત તો આ શક્ય ન હોત. હું જલદી જ ગોપી બનીને પાછી ફરીશ. મારી એક્સ્ટેન્ડેડ ફૅમિલીનો પણ આભાર, તેમના વગર તો આ શક્ય જ નહોતું. આઇ લવ યુ ઑલ.’