Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > લગ્ન બાદ પહેલી ઈદને લઈને એક્સાઇટેડ હતી દેવોલીના

લગ્ન બાદ પહેલી ઈદને લઈને એક્સાઇટેડ હતી દેવોલીના

Published : 23 April, 2023 02:52 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘સાથ નિભાના સાથિયા’માં ગોપી બહૂ તરીકે ફેમસ થયેલી દેવોલીના ભટ્ટાચારજીએ શાહનવાઝ શેખ સાથે થોડા મહિના પહેલાં લગ્ન કર્યાં છે.

લગ્ન બાદ પહેલી ઈદને લઈને એક્સાઇટેડ હતી દેવોલીના

લગ્ન બાદ પહેલી ઈદને લઈને એક્સાઇટેડ હતી દેવોલીના


‘સાથ નિભાના સાથિયા’માં ગોપી બહૂ તરીકે ફેમસ થયેલી દેવોલીના ભટ્ટાચારજીએ શાહનવાઝ શેખ સાથે થોડા મહિના પહેલાં લગ્ન કર્યાં છે. લગ્ન બાદ તેની આ પહેલી ઈદ હતી અને તે એ માટે ઘણી ઉત્સુક હતી. એ વિશે દેવોલીનાએ કહ્યું કે ‘લગ્ન બાદ અમારી આ પહેલી ઈદ હતી અને અમે ખૂબ એક્સાઇટેડ હતાં. એવું નથી કે લગ્ન પહેલાં હું આ તહેવાર ઊજવતી નહોતી. મેં ઘણી બધી ઇફ્તાર પાર્ટી અટેન્ડ કરી છે અને આ તહેવારને લઈને ઘણી બધી વાતો મને જાણવા મળી હતી. મુંબઈના લોકોની સૌથી સરસ વાત મને એ લાગી કે ઈદ હોય કે ગણેશોત્સવ, તેમનો ઉત્સાહ ગજબનો હોય છે.’
લગ્ન પહેલાં તે તેના હસબન્ડ માટે ઈદની ઘણી વ્યવસ્થા કરતી હતી. એ વિશે દેવોલીનાએ કહ્યું કે ‘તે મારો હસબન્ડ બન્યો એ પહેલાં તે મારો ફ્રેન્ડ હતો. ઘણાં વર્ષોથી હું તેને તેના રોજા દરમ્યાન મદદ કરતી હતી અને ઈદના સેલિબ્રેશનની વ્યવસ્થા પણ કરતી હતી. જોકે હવે ઑફિશ્યલી અમે સાથે છીએ એથી એક વાઇફ તરીકે હું બેસ્ટ કરવાનો પ્રયાસ કરું છું. ફૅમિલી માટે મને ઈદનું ભોજન બનાવવાનું ગમે છે. હું એ વાતની ખાતરી રાખતી કે તે તેના રોજા છોડે ત્યારે તેને તેનું ફેવરિટ ફૂડ હું આપું અને સાથે જ તેની હેલ્થનું પણ ખાસ ધ્યાન રાખું. તે અગાઉથી જ પોતાની ડાયટની ખાસ કાળજી લે છે. એથી મારા માટે કોઈ મોટી વાત નહોતી.’


Whatsapp-channel Whatsapp-channel

23 April, 2023 02:52 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK