રામાયણના સૌથી મોંઘા કલાકાર હતા હનુમાન
દારા સિંહ
કોરોના વાયરસ (COVID-19)ને કારણે 24 માર્ચથી શરૂ થયેલું લૉકડાઉન હવે ત્રીજી મે સુધી લંબાવવામાં આવ્યું છે. લૉકડાઉનને લીધે ટેલિવિઝણ પર કૌઈ નવી સિરિયલો ન આવતી હોવાથી દુરદર્શન પર રામાનંદ સાગરની 'રામાયણ'નું પુન: પ્રસારણ કરવામં આવી રહ્યું છે અને તેને દર્શકોનો બહુ સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. નવી સરિરયલોની સરખામણીમાં રામાયણની ટીઆરપી રેકોર્ડ બ્રેકિંગ છે. 1987માં આવેલી રામાયણના મુખ્ય કલારકાર રામ, લક્ષ્મણ, સીતા, રાવણ અને હનુમાનને ખુબ લોકપ્રિયતા મળી હતી.
રામાયણમાં હનુમાનનું પાત્ર હિન્દી ફિલ્મ અને સિરિયલનાલ જાણીતા કલાકાર તથા રેસલર દારા સિંહએ ભજવ્યું હતું. દારા સિંહની રેસલર બોડી, હાઈટ અને પર્સનાલિટીની લોકોએ ખુબ પ્રશંસા કરી હતી. એ સમયમાં દારા સિંહને રામાયણમાં હનુમાનનું પાત્ર ભજવવા માટે બહુ તગડી ફીસ મળી હતી. એટલી ફીસ તો ત્યારના કોઈ સુપરસ્ટાર ને પણ કદાચ નહીં મળતી હોય. પોતાની ટેલેન્ટથી એમણે એ પાત્ર બહુ સરસ રીતે પડદા પર ભજવ્યું હતું. એ સમયે દારા સિંહને હુનમાનના પાત્ર માટે 30 થી 33 લાખ રૂપિયા ફીસ મળી હતી જે આજના 10 થી 20 કરોડ રૂપિયા છે. રામાયણમાં કોઈ કલાકારને સૌથી વધુ પૈસા તો તે હતા દારા સિંહ.
ADVERTISEMENT
તેમણે ફક્ત રામાયણમાં જ નહી પણ ફિલ્મ ‘બજરંગી' (૧૯૭૬)માં પણ હનુમાનનું પાત્ર ભજવ્યું હતું. દારા સિંહએ ફક્ત એક્ટિંગ જ નહોતી કરી હિન્દી અને પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રોડયુસરની પણ ભુમિકા ભજવી હતી. તેમજ તેઓ પહેલા એવા સ્પોર્ટસ પર્સન હતા જે રાજ્યસભા માટે નોમિનેટ થયા હોય.

