ડાન્સ ઈન્ડિયા ડાન્સના વિજેતા કોરિયોગ્રાફર સલમાન પર લાગ્યા છેડતીના આરોપ
રેમો ડિસોઝા સાથે સલમાન યુસુફ ખાન(તસવીર સૌજન્યઃસલમાન યુસુફ ખાન ઈન્સ્ટાગ્રામ)
જાણીતા ડાન્સર અને કોરિયોગ્રાફર સલમાન યુસુફ ખાન પર છેડતીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આરોપ લગાવનાર એક ડાન્સર જ છે, જેણે આક્ષેપ કર્યો છે કે સલમાન અને તેના ભાઈએ બે વાર તેની સાથે અસભ્ય વર્તન કરવાનો અને છૂટછાટ લેવાનો પ્રયાસ કર્યો.
FIRના પ્રમાણે, ડાન્સરના મેનેજરે તે ઑગસ્ટ 2018માં લંડનમાં હતી ત્યારે તેનો સંપર્ક કર્યો હતો, તે અંધેરીના એક કૉફી શોપમાં સલમાનને મળી હતી, જ્યાં તેને દુબઈમાં તેની સાથે પર્ફોર્મ કરવાનો ચાન્સ મળ્યા.
પીડિતાના જણાવ્યા પ્રમાણે સલમાને જ્યારે તેને એ તક આપી ત્યારે અસભ્ય રીતે સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો. અને તેને ઘરે મુકી જવાની ઑફર પણ આપી. જ્યારે તેણે સલમાનના આવા વર્તન સામે વાંધો ઉઠાવ્યો ત્યારે સલમાને તેને કહ્યું કે બૉલીવુડમાં તો આવું થતું રહે.
પીડિતાએ વધુમાં કહ્યું કે બાદમાં તેને સલમાનને મેનેજરનો ફોન આવ્યો દુબઈના કામ માટે અને તે ડાન્સ ગ્રુપ સાથે જતી રહી. દુબઈમાં પણ સલમાને તેને બહેરિનના બૉલીવુડ પાર્કમાં તેની સાથે અન્ય એક શો માટે આવવા કહ્યું. જેવા તેઓ એરપોર્ટ પહોંચી સલમાને તેની ઓળખાણ તેના પિતરાઈ સાથે કરાવી, જેણે પણ સલમાન સાથે તેને અયોગ્ય રીતે સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો.
આ પણ વાંચોઃ બાળપણમાં આટલી ક્યૂટ હતી સોનમ કપૂર, જુઓ ફોટોઝ
ADVERTISEMENT
એવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે સલમાન અને તેની ટીમે તેને અને તેમની ટીમને પણ હેરાન કરવામાં આવ્યા. અને જબરદસ્તીથી તેમનો કોન્ટ્રાક્ટ પણ રદ્દ કરી દેવામાં આવ્યો. જે બાદ સલમાન અને તેના પિતરાઈ સામે ફરિયાદ કરવામાં આવી છે.

