સ્ટન્ટ પર આધારિત આ શોને રોહિત શેટ્ટી હોસ્ટ કરે છે
ડેઇઝી શાહ
‘ખતરોં કે ખિલાડી 13’માં સ્ટન્ટ કરતાં અગાઉ ડેઇઝી શાહ હેલ્થ સ્ક્રીનિંગ કરવા પહોંચી હતી. સ્ટન્ટ પર આધારિત આ શોને રોહિત શેટ્ટી હોસ્ટ કરે છે. આ શોમાં શિવ ઠાકરે, રુહી ચતુર્વેદી, અંજુમ ફકીહ, નાયરા બૅનરજી, અર્જિત તનેજા અને અર્ચના ગૌતમ પણ સ્ટન્ટ કરતાં દેખાશે. આ શો માટે સ્પર્ધકોએ ખૂબ તૈયારી કરી હતી. હવે સાઉથ આફ્રિકામાં એની શરૂઆત થઈ ચૂકી છે. જુલાઈમાં કલર્સ પર આ શોની શરૂઆત થવાની છે. એ પહેલાં પોતાના હેલ્થ સ્ક્રીનિંગ માટે ડેઇઝી શાહ પહોંચી હતી. એની નાનકડી વિડિયો ક્લિપ તેણે શૅર કરી છે. ડેઇઝીએ વિવિધ ટેસ્ટ કરાવી હતી. એમાં કોવિડ, સ્ટ્રેસ ટેસ્ટ સહિત અનેક ટેસ્ટ તેણે કરાવી હતી. આ વિડિયો ક્લિપને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ડેઇઝી શાહે કૅપ્શન આપી હતી, અદ્ભુત ઍડ્વેન્ચર માટે હેલ્થ સ્ક્રીનિંગ કરવા માટે પહોંચી હતી.

