કપિલ શર્માના સેટ પર પહોંચ્યા સલમાન ખાન, સ્ટેજ પાછળ થયું કઈક આવુ
સલમાન ખાન
બૉલીવુડ એક્ટર સલમાન ખાન વર્ષના અંતમાં ફિલ્મ દબંગ-3 સાથે મોટી સ્ક્રીન પર આવવાના છે અને હવે ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. એવામાં સલમાન ખાન ફિલ્મનું પ્રમોશન કરવા ધ કપિલ શર્મા શૉના સેટ પર પહોંચ્યા. હાલ ફિલ્મનું શૂટિંગ થયું છે અને આ એપિસોડ ટીવી પર પ્રસારિત થશે. આ બધાની વચ્ચે સલમાન ખાનનો એક વીડિયો સામે આવ્યો છે, જેમા તે કપિલ શર્મા શૉના સેટ પર બેક સ્ટેજ પર ઊભા છે.
આ વીડિયો અર્ચના પૂરન સિંહે શૅર કર્યો છે અને આ વીડિયોમાં અર્ચના સલમાન ખાનને હાય કરતી નજર આવી રહી છે. જ્યા સલમાન ખાન સ્ટેજની પાછળ ઊભા છે અને કેટલાક લોકોથી વાતચીત કરી રહ્યા છે. તે દરમિયાન સલમાન બ્લેક ટી-શર્ટ, જેકેટ અને બેલબૉટમ ટ્રાઉઝરમાં નજર આવી રહ્યા છે. કપિલ શર્મા શૉમાં ફૅન્સ સલમાન ખાનની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હંમેશા સલમાન જ્યારે પણ કપિલ શર્મા શૉમાં આવે છે તો કપિલની જેમ પોતે પણ લોકોને વધારે હંસાવે છે.
ADVERTISEMENT
જણાવી દઈએ કે સલમાન ખાન પહેલા સંજય દત્ત ફિલ્મ પાનીપતનું પ્રમોશન કરવા માટે કપિલ શર્મા શૉમાં પહોંચ્યા હતા. તે સમય દરમિયાન તેમણે પોતાના ખાનગી જિંદગીથી જોડાયેલા કેટલાક મુદ્દાઓ પર દિલ ખોલીને જવાબ આપ્યો અને ફિલ્મ વિશે ઘણી વાતચીત કરી. ત્યાં અર્ચના પૂરન સિંહના આ વીડિયોને લાખો લોકોએ લાઈક કર્યો છે.
આ પણ વાંચો : કાંદાની વધતી કિંમત પર વાયરલ થઈ રહ્યા છે આ ફિલ્મી મીમ્સ, કરો એક નજર
સલમાન ખાન ફિલ્મ દબંગ 3ને પ્રમોટ કરવા માટે શૉમાં પહોંચ્યા હતા. જણાવી દઈએ કે દબંગ-3 દબંગ ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મ છે અને સલમાન ખાનનો ચુલબુલ પાન્ડેનો રોલ ઘણો ફૅમસ છે. આ ફિલ્મમાં સલમાન ખાન સાથે સોનાક્ષી સિન્હા અને મહેશ માંજરેકરની દીકરી સઈ માંજરેકર નજર આવશે.

