રાજુના ચાહકો અને તેમની પ્રાર્થનાની હવે અસર જોવા મળી રહી છે. તાજેતરમાં પ્રાપ્ત માહિતી અનુસાર, 15 દિવસ પછી રાજુ શ્રીવાશ્ચવને આખરે હોશ આવી ગયો છે.
રાજુ શ્રીવાસ્તવ
પ્રખ્યાત કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ (Raju Srivastava)છેલ્લા 15 દિવસથી હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે લડાઈ લડી રહ્યા છે. તેના પરિવાર અને મિત્રો ઉપરાંત તેના ચાહકો પણ તેના સ્વાસ્થ્ય માટે સતત પ્રાર્થના કરી રહ્યા છે. દરેક વ્યક્તિ પોતાના ફેવરિટ સ્ટારની જલ્દી પરત ફરવાની રાહ જોઈ રહ્યો છે. આ દરમિયાન હવે કોમેડિયન સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજુના ચાહકો અને તેમની પ્રાર્થનાની હવે અસર જોવા મળી રહી છે. તાજેતરમાં પ્રાપ્ત માહિતી અનુસાર, 15 દિવસ પછી રાજુ શ્રીવાશ્ચવને આખરે હોશ આવી ગયો છે.
આ અંગે મીડિયા સાથે વાત કરતા રાજુ શ્રીવાસ્તવના અંગત સચિવ ગરવિત નારંગે કહ્યું કે રાજુ શ્રીવાસ્તવ 15 દિવસ બાદ ફરી હોશમાં આવ્યા છે. એમ્સ દિલ્હીના ડોકટરો દ્વારા તેમની દેખરેખ રાખવામાં આવી રહી છે. તેમની તબિયત સુધારા પર છે. તેમના અંગત સચિવે એ પણ માહિતી આપી હતી કે- `રાજુ શ્રીવાસ્તવ સવારે 8.10 વાગ્યે ભાનમાં આવ્યા હતા. આ પછી ડૉક્ટરોની ટીમે પણ 9 વાગ્યે રાજુની હાલત તપાસી હતી.
ADVERTISEMENT
આ પહેલા તાજેતરમાં જ રાજુ શ્રીવાસ્તવના મેનેજરે પણ તેમના સ્વાસ્થ્યને લગતી માહિતી ફેન્સ સાથે શેર કરી હતી. તેમણે કહ્યું હતું કે રાજુ શ્રીવાસ્તવની હાલત સ્થિર છે અને તેમની તબિયતમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે રાજુ શ્રીવાસ્તવની સારવાર માટે ડોક્ટર્સ ન્યુરોફિઝિયોથેરાપીની મદદ લઈ રહ્યા છે. આવી સ્થિતિમાં તેના હોશમાં આવવાના સમાચાર સાંભળીને તેના ચાહકોએ રાહતનો શ્વાસ લીધો હશે.
ઉલ્લેખનીય છે કે, 10 ઓગસ્ટના રોજ જીમમાં વર્કઆઉટ કરતી વખતે તે અચાનક બેભાન થઈ ગયો હતો. આ પછી તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ માહિતી આપી કે તેને હાર્ટ એટેક આવ્યો છે. ત્યારથી તેમની સારવાર દિલ્હીની AIIMSમાં ચાલી રહી છે. આ દરમિયાન તેમના સ્વાસ્થ્યમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા. જો કે લાંબા સમય બાદ રાજુ સાથે જોડાયેલા કેટલાક સારા સમાચાર સામે આવ્યા છે.