જાણીતા કોમેડિયન અને હોસ્ટ નવીન પ્રભાકર પોતાના ચાહકો નવું સરપ્રાઈઝ આપવા જઈ રહ્યા છે. તેમના આ લાઈવ શો માટે તેઓ પોતે ઘણા ઉત્સાહિત જોવા મળી રહ્યા છે.
કૉમેડિયન નવીન પ્રભાકર મિત્રો સાથે
જાણીતા કૉમેડિયન નવીન પ્રભાકર હવે મુંબઈમાં લાઈવ શો કરવા જઈ રહ્યા છે. આ લાઈવ શોમાં તેમની સાથે નીતિન ભંડારકર અને રાજકુમાર રાંચો પણ સ્ટેજ જોડાવાના છે. આ ત્રણેય કલાકારો દ્વારા મુંબઈના લોકોને મનોરંજન પૂરું પાડવામાં આવશે.
જાણીતા કોમેડિયન અને હોસ્ટ નવીન પ્રભાકર પોતાના ચાહકો નવું સરપ્રાઈઝ આપવા જઈ રહ્યા છે. તેમના આ લાઈવ શો માટે તેઓ પોતે ઘણા ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. તેઓ મુંબઇમાં રજૂ થનાર તેમના લાઈવ શો માટેનો આનંદ વ્યક્ત કરતાં જણાવે છે કે, “મુંબઈકરો 12, 13 અને 23 ઓગસ્ટના આ દિવસો કૉમેડી લાફ્ટર નવીન પ્રભાકરના કાર્યક્રમ માટે નોંધી રાખજો, જોકે આ આઈડિયા મારો અને મારા સ્વરૂપ સ્ટુડિયોનો છે. આ શોનું દિગ્દર્શન પ્રતિક મહેતા દ્વારા કરવામાં આવશે. આ શોનું પ્રોડક્શન ‘સ્વરૂપ સ્ટુડિયો’ અને ‘પ્રયાસ એન્ટરટેઈનમેન્ટ’ દ્વારા કરવામાં આવ્યું છે. ”
ADVERTISEMENT
નવીન પ્રભાકરની સાથે નીતિન ભંડારકર અને રાજકુમાર રાંચો પણ સ્ટેજ શેર કરવાના છે. આ બંને વિશે પણ તેઓ કહે છે કે, “તેઓ મારા સહકર્મીઓ છે અને હજારો શોમાં તેઓ કામ કરી ચૂક્યા છે. ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર પણ તેઓ પરફોર્મ કરી ચૂક્યા છે. તેઓ બોલિવૂડ અને ટેલિવિઝન પર કામ કર્યાનો સારો અનુભવ ધરાવે છે.” મળતી માહિતી મુજબ તેમના લાઇવ શો માટે મુંબઈમાંથી આગોતરા જ જબરજસ્ત પ્રતિસાદ મળી રહ્યા છે. સતત ઓનલાઈન બુકિંગ ચાલી રહ્યું છે. નવીન પ્રભાક્રના મેનેજરોને નોન-સ્ટોપ કોલ્સ આવી રહ્યા છે.
જ્યારે તેઓને તેમના આ શોની વિશિષ્ટતા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ કહ્યું કે, “છેલ્લા બે દાયકાથી અમે OTT શો સિવાય અમારા સ્ટેન્ડ-અપ કોમેડી શો દ્વારા લોકોને મનોરંજન કરાવીએ છીએ. અમારા પ્રિય પ્રેક્ષકો પરિવારજનો, મિત્રો સાથે બેસીને હાસ્યનો આનંદ મને છે. અમારા શોમાં સામાજિક-રાજકીય અને બોલિવૂડ વિષયોને આવરી લેવામાં આવે છે. આ શોમાં મિમિક્રી, ડાન્સ ફોર્મ્સ રજૂ થાય છે. લાઇવ શો માટે ઘણી ઊર્જા અને સારા વાઇબ્સની જરૂર પડે છે.”
અનેક લોકોને હસતાં કરનાર નવીન પ્રભાકર પોતે કોના શો જોવાનું પસંદ કરે છે તે વિશે પૂછતાં તેઓએ જણાવે છે કે, “મને હંમેશા અમારા ઓલ ટાઈમ ફેવરિટ જોની લીવર (Johnny Lever)ના પરફોર્મન્સ જોવાનું પસંદ છે. તેઓ પરફેક્ટ લાઇવ એન્ટરટેઇનર છે. તેમના બધા જ શો લાઈવ હોય છે. ઊર્જાથી ભરપૂર હોય છે. લોકોને હસાવવાની સાથે સાથે તેઓ અમુક ગંભીર બાબતો પર લોકોને વિચારતા કરી મૂકે છે. આ જ એમની ખૂબી છે. સાચા હાસ્ય કલાકાર છે. મારા મતે કૉમેડીની દુનિયામાં જોની ભાઈની તોલે કોઈ ન આવે”

