CID New ACP: સોની ટીવીએ CID માં શિવાજીના પાત્રના અંતની પુષ્ટિ કરી છે. અહેવાલ અનુસાર, અભિનેતાની 27 વર્ષની લાંબી સફર હવે સમાપ્ત થઈ રહી છે અને આ સાથે, લોકપ્રિય ટીવી અભિનેતા પાર્થ સમથાન હવે CID માં ભવ્ય એન્ટ્રી કરવા માટે તૈયાર છે.
શિવાજી સાટમ અને પાર્થ સમથાન (તસવીર: સોશિયલ મીડિયા)
ભારતના સૌથી લોકપ્રિય ક્રાઇમ ટીવી શો સીઆઇડી અનેક વર્ષ સુધી લોકોનું મનોરંજન કર્યા બાદ બંધ થયો હતો. જોકે 2025 માં શોના બીજા સિઝન શરૂ થઈ છે, જોકે શોના મુખ્ય કલાકાર એસીપી પ્રદ્યુમનનું પાત્ર ભજવનાર અભિનેતા શિવાજી સાઠમ હવે સીઆઈડીનો ભાગ નથી એવી જાહેરાત કરવામાં આવી છે.
અભિનેતા શિવાજી સાટમે 27 વર્ષ સુધી શોમાં એસીપી પ્રદ્યુમનની ભૂમિકા ભજવીને દર્શકોના દિલ પર રાજ કર્યું હતું, પરંતુ હવે શોમાં તેમની ભૂમિકા સમાપ્ત થઈ ગઈ છે. સોની ટીવીએ CID માં શિવાજીના પાત્રના અંતની પુષ્ટિ કરી છે. અહેવાલ અનુસાર, અભિનેતાની 27 વર્ષની લાંબી સફર હવે સમાપ્ત થઈ રહી છે અને આ સાથે, લોકપ્રિય ટીવી અભિનેતા પાર્થ સમથાન હવે CID માં ભવ્ય એન્ટ્રી કરવા માટે તૈયાર છે.
ADVERTISEMENT
પાર્થ સમથાન શોમાં એસીપી પ્રદ્યુમનની ભૂમિકા ભજવી રહેલા શિવાજી સાટમની જગ્યાએ એસીપી આયુષ્માન તરીકે કામ કરશે. તે હવે દયા (દયાનંદ શેટ્ટી) અને અભિજીત (આદિત્ય શ્રીવાસ્તવ) સાથે મળીને નવા કેસ સોલ્વ કરશે. CID 2 માં પોતાના નવા પાત્ર વિશે વાત કરતા પાર્થે કહ્યું, `અમે બાળપણથી આ શો જોતા આવ્યા છીએ. આ શો કેટલી વાર પ્રસારિત થયો છે? આ એક પ્રતિષ્ઠિત શો છે જે ઘણા વર્ષોથી ચાલી રહ્યો છે.
પાર્થના પરિવારને ગર્વ થયો
પાર્થે આગળ કહ્યું કે, `જ્યારે મેં પરિવાર સાથે આ અંગે ચર્ચા કરી, ત્યારે શરૂઆતમાં તેમને લાગ્યું કે હું મજાક કરું છું. જ્યારે મેં તેને ગંભીરતાથી કહ્યું, ત્યારે તેને ખૂબ ગર્વ થયો. એસીપી પ્રદ્યુમનનું આટલું મોટું પાત્ર ભજવવું એ એક મોટી જવાબદારી છે કારણ કે હું એસીપી આયુષ્યમાન તરીકે તેમનું સ્થાન લઈ રહ્યો છું. એક નવું પાત્ર છે, એક નવી વાર્તા છે. અમે આ વાર્તાને નવા રોમાંચ અને સસ્પેન્સ સાથે આગળ વધારીશું.
શિવાજી સાટમને પાત્રના અંતની ખબર નહોતી
દરમિયાન, શિવાજી સાટમે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તેમને શોમાંથી તેમના પાત્રને દૂર કરવામાં આવ્યાની જાણ કરવામાં આવી ન હતી. તેમણે કહ્યું કે તેમણે હમણાં જ થોડા સમય માટે વિરામ લીધો હતો અને તેમને કહેવામાં આવ્યું ન હતું કે તેમનો ટ્રેક પૂરો થઈ ગયો છે.
શિવાજી સાટમે કહ્યું, `મારી પાસે આ વિશે કોઈ માહિતી નથી. મેં થોડા સમય માટે બ્રેક લીધો છે અને શોના નિર્માતાઓ જાણે છે કે આગળ શું છે. મેં બધું મારી રીતે લેવાનું શીખી લીધું છે, અને જો મારો ટ્રેક પૂરો થાય તો મને કોઈ વાંધો નથી. જોકે, મને કહેવામાં આવ્યું નથી કે મારો ટ્રેક પૂરો થયો છે કે નહીં! અત્યારે, હું શો માટે શૂટિંગ કરી રહ્યો નથી.

