આસિમ રિયાઝ પર થયો હુમલો, વીડિયો દ્વારા જણાવી આખી ઘટના
આસિમ રિયાઝ (ફાઇલ ફોટો)
બિગબૉસ 13(Bigg Boss 13)ના જાણીતા કોન્ટેસ્ટન્ટ આસિમ રિયાઝ(Asim Riaz)ના ચાહકો માટે એક ખરાબ સમાચાર છે. મોડી રાતે આસિમ રિયાઝ(Asim Riaz) પર કેટલાક અજાણ્યા લોકોએ હુમલો(Attacked) કરી દીધો. મળતી માહિતી પ્રમાણે, ઘટનાને ત્યારે અંજામ આપવામાં આવ્યો જ્યારે તે સાઇક્લિંગ કરી રહ્યો હતો. જો કે, એ સ્પષ્ટ નથી થયું કે તે લોકો કોણ હતા અને તેમનો મૂળ હેતુ શું હતો. આ ઘટના બાદ તેણે એક્શન લીધો કે નહીં, તેની માહિતી પણ મળી શકી નથી.
આ ઘટનાની માહિતી આસિમ રિયાઝે પોતે એક વીડિયો શૅર કરીને આપી છે. આસિમ રિયાઝનો આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર વિરલ ભાયાણીએ શૅર કર્યો છે. આ વીડિયોમાં આસિમ રિયાઝ જણાવે છે કે જ્યારે તે સાઇક્લિંગ કરતો હતો, તે દરમિયાન બાઇક સવાર કેટલાક અજાણ્યા લોકોએ પાછળથી તેમને ટક્કર મારી દીધી. આ અકસ્માતમાં થયેલી ઇજા પણ તેમણે ચાહકોને બતાવી છે. આસિમના ખભે. હાથ અને પગમાં ઇજા થઈ છે.
ADVERTISEMENT
આ વીડિયો જોયા બાદ આસિમના ચાહકો તેના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે. અને આસિમના વિરોધીઓ પર નિશાન સાધી રહ્યા છે. આસિમે વીડિયો પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પણ શૅર કર્યો છે.
જણાવવાનું કે આસિમ રિયાઝે 'બિગ બૉસ 13'માં પોતાની આગવી ઓળખ બનાવી. ઘરમાં રહેવા છતાં આસિમ રિયાઝે ચાહકોનું મન જીતી લીધું. અહીં સુધી કે જૉન સીના અને ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસે પણ આસિમ રિયાઝને સપોર્ટ કર્યો હતો. બિગ બૉસ 13માં રહેતા સિદ્ધાર્થ શુક્લા અને આસિમ રિયાઝ વચ્ચે કૉમ્પિટિશન જોવા મળી હતી. બિગ બૉસ13 પછી આસિમ રિયાઝ ઘણા મ્યૂઝિક આલ્બમમાં પણ જોવા મળ્યો. ટૂંક સમયમાં જ આસિમ, હિમાંશી ખુરાના સાથે ફરી એક ગીતમાં જોવા મળશે. ગીતના લિરિક્સ છે, "દિલ કો મેને દી કસમ". આ ગીતનો ફર્સ્ટ લૂક પણ રિલીઝ થઈ ગયો છે.

