Gauahar Khan Father Passes Away: ગૌહર ખાનના પિતાનું થયું નિધન
ગૌહર ખાન
બિગ-બૉસ 7ની વિનર એક્ટ્રેસ ગૌહર ખાનના ફૅન્સ માટે ખરાબ સમાચાર આવી રહ્યા છે. ગૌહરના પિતા ઝફર અહેમદ ખાનનું નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. આ જ કારણે ઝફર છેલ્લા એક અઠવાડિયાથી હોસ્પિટલમાં દાખલ હતા. પરંતુ તેઓ જીવનની લડાઈ હારી ગયા અને સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે. જફર અહેમદના નિધનની જાણકારી સોશિયલ મીડિયા પર ગૌહર ખાનની ખાસ મિત્ર પ્રીતિ સિમોસે સોશિયલ મીડિયા પર શૅર કરી છે.
ગૌહર ખાને થોડા દિવસ પહેલા પોતાના પિતાની ઘણી તસવીરો શૅર કરીને ફૅન્સને તેમના પિતા માટે પ્રાર્થના કરવાની અપીલ કરી હતી. પરંતુ કદાચ ભગવાનને કંઈ બીજુ જ મંજૂર હતું. ગૌહર ખાનની મિત્ર પ્રીતિ સિમોસે સોશિયલ મીડિયા પર આ જાણકારી આપતા પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વીડિયો શૅર કર્યો છે. આ વીડિયોમાં ગૌહર ખાન અને તેના પિતાની ઘણી સુંદર યાદો કેપ્ચર કરવામાં આવી છે.
ADVERTISEMENT
View this post on Instagram
આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે ગૌહર ખાન પોતાના પિતા અને માતા માટે 100 વર્ષોના જીવનની કામના કરી રહી છે. તેમ જ ઘણી એવી સુંદર તસવીરો પણ આ વીડિયોમાં છે, જ્યારે ગૌહર ખાને પિતા સાથે ખાસ સુંદર પળ વીતાવી હતી. આ વીડિયોને શૅર કરીને પ્રીતિ સિમોસે લખ્યું, 'મારી ગૌહર ખાનના પિતા... તે વ્યક્તિ જેને મેં પ્રેમ કર્યો... જે ગર્વથી જીવ્યા... અને હંમેશા ગર્વથી યાદ કરવામાં આવશે. પરિવારને પ્રેમ અને શક્તિ.'
View this post on Instagram
View this post on Instagram
તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ ગૌહર ખાને હોસ્પિટલમાંથી પોતાના પિતા સાથે એક તસવીર શૅર કરી હતી. આ તસવીરને શૅર કરવાં ઉપરાંત તે તેના પિતાની વહેલી તંદુરસ્તી માટે પ્રાર્થના પણ કરી રહી હતી. થોડા દિવસો પહેલા તેણે તેના પિતાનો હાથ પકડતો ફોટો શેર કર્યો હતો અને લખ્યું હતું કે, 'મેરે પાપા, મેરી લાઈફલાઈન, અલ્લાહૂ હાફિઝૂ.'

