શિવ ઠાકરે વિનર ન બન્યો એ વાત પર તેણે અફસોસ વ્યક્ત કર્યો
Bigg Boss season 16 Finale
એમસી સ્ટૅન
‘બિગ બૉસ 16’નો ખિતાબ જીત્યા બાદ એમસી સ્ટૅનને તેના ફ્રેન્ડ શિવ ઠાકરે માટે થોડી તકલીફ થઈ છે. ટૉપ ટૂમાં તે બન્ને જ બચ્યા હતા. એથી શિવ ઠાકરે માટે અફસોસ વ્યક્ત કરતાં એમસી સ્ટૅને જણાવ્યું કે તેને ખૂબ ખરાબ લાગ્યું છે. આ વખતની સીઝનમાં એમસી સ્ટૅન, સાજિદ ખાન, અબ્દુ રોઝિક, નિમ્રત કૌર અહલુવાલિયા અને સુમ્બુલ તૌકીર ખાનની ફ્રેન્ડશિપને ‘મંડલી’ નામ આપવામાં આવ્યું હતું. આ રિયલિટી શો દ્વારા ભારતમાં રૅપ સૉન્ગને પ્રમોટ કરવાના ઉદ્દેશ સાથે એમસી સ્ટૅને શોમાં ભાગ લીધો હતો. તેને આ શોમાં આવવાની તક મળી એથી તેણે ‘બિગ બૉસ’નો આભાર માન્યો હતો. આઠ મહિના સુધી તેનું એક પણ ગીત નથી આવ્યું અને હવે તેની ઇચ્છા ફિલ્મોમાં કામ કરવાની, ગીતો બનાવવાની અને મ્યુઝિકલ ટૂર કરવાની છે. સાથે જ તે જલદી જ નવું ગીત રિલીઝ કરવાનો છે. ‘બિગ બૉસ’ની ૧૬મી સીઝન જીત્યા બાદ તેને ૩૧.૮ લાખ પ્રાઇઝ મની, એક કાર અને આકર્ષક ટ્રોફી આપવામાં આવ્યાં છે. વિજેતા તરીકે જ્યારે શોના હોસ્ટ સલમાન ખાને તેનું નામ અનાઉન્સ કર્યું તો તેને તો વિશ્વાસ જ બેઠો નહીં. એ વિશે એમસી સ્ટૅને કહ્યું કે ‘વિજેતા તરીકે મારું નામ જાહેર થતાં મને ભરોસો ન થયો. હજી પણ માનવામાં નથી આવતું.
આ પણ વાંચો: Bigg Boss 16 Winner: કોણ છે 23 વર્ષીય MC Stan? ક્યારેક રસ્તા પર વિતાવી રાતો તો ક્યારેક...
ADVERTISEMENT
સલમાનભાઈએ મારો હાથ ઊંચો કર્યો તો મને લાગ્યું કે તે મજાક કરે છે. હું ભાઈ, મારાં મમ્મી, પપ્પા, શિવ અને ‘મંડલી’ તરફ જોઈ રહ્યો હતો. મને સમજમાં ન આવ્યું કે કેવી રીતે રીઍક્ટ કરવું.’
પોતાના ફ્રેન્ડ શિવ ઠાકરે વિશે એમસી સ્ટૅને કહ્યું કે ‘દિલ સે બુરા લગા. જોકે શો કદાચ પર્સનાલિટીની ઉપર હતો. મેં મારી સાઇડ રાખી, તેણે તેની સાઇડ રાખી. ખૂબ ઓછા વોટથી તે હાર્યો છે. એમાં હું પણ શું કરી શકું?’