અંકિત ગુપ્તાએ કહ્યું કે ‘હું ‘બિગ બૉસ 16’ના ઘરમાં ૮૦ દિવસ રહ્યો અને બહાર આવતાની સાથે જ ઘરે એક નવા ફિક્શન શો સાથે ગયો એ ખૂબ જ સારી વાત છે
અંકિત ગુપ્તા
‘બિગ બૉસ 16’માંથી બહાર થયા બાદ અંકિત ગુપ્તા હવે કલર્સના નવા શો ‘જુનૂનિયત’માં જોવા મળશે. આ શોમાં તેની સાથે ‘બિગ બૉસ 16’માંથી બહાર થયેલો ગૌતમ સિંહ વિગ પણ દેખાશે. તેમ જ લીડ રોલ ઇલાહીના રોલમાં નેહા રાણા જોવા મળશે. અંકિત જેહાન અને ગૌતમ જૉર્ડનનું પાત્ર ભજવશે. સરગુન મેહતા અને રવિ દુબે દ્વારા આ શોને પ્રોડ્યુસ કરવામાં આવી રહ્યો છે અને આ શો મ્યુઝિક પર આધારિત છે. ત્રણેય મ્યુઝિક સાથે જોડાયેલા હોય છે અને દરેકની મ્યુઝિક સ્ટાઇલ અલગ હોય છે. જોક ત્રણેયના રસ્તા એક થાય છે અને પછી શું થાય છે એ જોવું રહ્યું. આ વિશે અંકિત ગુપ્તાએ કહ્યું કે ‘હું ‘બિગ બૉસ 16’ના ઘરમાં ૮૦ દિવસ રહ્યો અને બહાર આવતાની સાથે જ ઘરે એક નવા ફિક્શન શો સાથે ગયો એ ખૂબ જ સારી વાત છે. કલર્સ સાથે હું આ ત્રીજી વાર કામ કરી રહ્યો છુ. ‘ઉડારિયાં’ બાદ હું બીજી વાર સરગુન અને રવિ સાથે કામ કરી રહ્યો છું. દર્શકોએ મારી જર્નીમાં મને ખૂબ જ પ્રેમ આપ્યો છે અને આશા છે કે આગળ પણ આપતા રહેશે.’
આ વિશે વાત કરતાં ગૌતમે કહ્યું કે ‘મને જુનૂનિયતમાં જૉર્ડનનું પાત્ર મળ્યું એની મને ખુશી છે. આ શોની થીમ મારા દિલની ખૂબ જ નજીક છે. મ્યુઝિકને ફૉલો કરનાર ત્રણ વ્યક્તિની આસપાસ આ સ્ટોરી છે. આપણા માટે ઘણાં ગીત ખૂબ જ સ્પેશ્યલ હોય છે અને આ શો પ્રેમ અને મ્યુઝિકને ટ્રિબ્યુટ આપે છે. મારા માટે આ શો સ્પેશ્યલ છે. કલર્સ હંમેશાં અલગ સ્ટોરીટેલિંગ લઈને ઇન્ડિયાના ઘર-ઘરમાં પહોંચે છે. ‘બિગ બૉસ 16’ પછી આ શો દ્વારા લોકોની લાઇફમાં પહોંચવા માટે હું ખુશ છું.’
ADVERTISEMENT
આ શોના પાત્ર ઇલાહી વિશે નેહાએ કહ્યું કે ‘મને ખુશી છે કે મ્યુઝિક પર આધારિત શો હોય એ દ્વારા હું કલર્સ ફૅમિલીનો પાર્ટ બની છું. સાચું કહું તો મારી લાઇફમાં મ્યુઝિકે ખૂબ જ મોટો ભાગ ભજવ્યો છે અને હવે હું એવા શોમાં કામ કરી રહી છું જે મ્યુઝિકની આસપાસ ફરે છે. મારું પાત્ર ઇલાહી એક યંગ સિંગર છે. તેનું દિલ તૂટી ગયું હોય છે, પરંતુ એમ છતાં તે દિલથી સારી હોય છે. દર્શકો તેને કેવી રીતે આવકારે છે એ માટે હું ઉત્સાહી છું.’