અર્ચનાને ખૂબ જ ગુસ્સો આવી ગયો હોવાથી તેણે ગરમ પાણી ફેંક્યું હતું
અર્ચના ગૌતમ
‘બિગ બૉસ 16’ની સ્પર્ધક અર્ચના ગૌતમે હાલમાં જ અન્ય સ્પર્ધક વિકાસ માણકતલા પર ગરમ પાણી ફેંક્યું હતું. ચા બનાવવામાં વિકાસ અને અર્ચના વચ્ચે ઝઘડો થયો હતો. અર્ચનાને ખૂબ જ ગુસ્સો આવી ગયો હોવાથી તેણે ગરમ પાણી ફેંક્યું હતું. જોકે ત્યાં વિકાસ અને પ્રિયંકા બન્ને હાજર હતાં. તેઓ તરત જગ્યા પરથી હટી ગયાં હોવાથી તેઓ બચી ગયાં હતાં. વિકાસે ગુસ્સામાં ત્યાંની ઘણી વસ્તુ ગૅસ સ્ટવની આસપાસ ફેંકવાનું શરૂ કરી દીધું હતું. એનાથી સુંબુલ અને શ્રીજિતા બન્ને ડરી ગયાં હતાં. આ પહેલાં વિકાસનો ઝઘડો સુંબુલ સાથે પણ થયો હતો. જોકે તેઓ ટસના મસ ન થતાં બિગ બૉસે તેમને ટાસ્કમાંથી બહાર કાઢ્યા હતા. આ અઠવાડિયે ‘બિગ બૉસ’માં પ્રિયંકા, નિમ્રત કૌર અહલુવાલિયા, શ્રીજિતા ડે, સૌંદર્યા શર્મા, શાલીન ભનોત, સુંબુલ, ટીના દત્તા અને વિકાસ નૉમિનેટેડ છે. નૉમિનેશનમાં શું થાય છે અને ‘બિગ બૉસ’ અર્ચનાને સજા આપે છે કે નહીં એ જોવું રહ્યું. જોકે દર વર્ષ કરતાં આ વર્ષે બિગ બૉસ વધુ બાયસ્ડ અને સ્ક્રિપ્ટેડ શો હોય એવું દેખાઈ આવે છે.