આ વાત સોશ્યલ મીડિયામાં ફેલાતા લોકો નારાજ થયા છે અને તેને ફરીથી આ રિયલીટી શોમાં લાવવાની માગણી કરી રહ્યા છે
અર્ચના ગૌતમ અને શિવ ઠાકરે
‘બિગ બૉસ ૧૬’માં શિવ ઠાકરે સાથે હાથાપાઈ કરવાને કારણે અર્ચના ગૌતમને એલિમીનેટ કરવામાં આવી છે. બન્ને વચ્ચે કૅપ્ટન્સી ટાસ્કને લઈને વિવાદ થયો હતો. એ દરમ્યાન હાઉસમેટ્સને નક્કી કરવાનું હતું કે કાં તો તેઓ અબ્દુ રોઝીકને કૅપ્ટન તરીકે રહેવા દે કાં તો કોઈ નવાને પસંદ કરે. એવામાં શિવે અર્ચનાને લઈને પર્સનલ કમેન્ટ કરી હતી. તો અર્ચનાએ પણ તેને જવાબ આપ્યો. બન્ને વચ્ચે વિવાદ એટલો તો વણસ્યો કે અર્ચનાએ શિવ સાથે હાથાપાઈ કરી. એથી નારાજ બિગ બૉસે મધરાતે ત્રણ વાગે અર્ચનાને ઘરની બહાર જવા કહ્યું. આ વાત સોશ્યલ મીડિયામાં ફેલાતા લોકો નારાજ થયા છે અને તેને ફરીથી આ રિયલીટી શોમાં લાવવાની માગણી કરી રહ્યા છે. હવે એ જોવુ રહ્યું કે બિગ બૉસ હાઉસનાં રૂલ્સને ફૉલો કરે છે કે પછી પબ્લિક ડિમાન્ડને શિરોમાન્ય કરે છે? જોકે ઘણી વાર કન્ટેસ્ટન્ટને બહાર કાઢ્યા બાદ વાઇલ્ડ કાર્ડ દ્વારા એન્ટ્રી આપવામાં આવે છે.