‘બિગ બૉસ 15’ દરમ્યાન બન્ને વચ્ચેનો પ્રેમ જોવા મળ્યો હતો
ઉમર રિયાઝ, રશ્મિ દેસાઈ
ઉમર રિયાઝનું કહેવું છે કે રશ્મિ દેસાઈ સાથેના કનેક્શનને રિલેશનશિપનો ટૅગ આપવો ખૂબ જ જલદી કહેવાશે. ‘બિગ બૉસ 15’માં ઉમર રિયાઝ જોવા મળ્યો હતો. ત્યાર બાદ એમાં રશ્મિ દેસાઈને પણ મોકલવામાં આવી હતી. એ દરમ્યાન બન્ને વચ્ચેનો પ્રેમ જોવા મળ્યો હતો. રશ્મિએ જાહેરમાં કહ્યું હતું કે ઉમર તેને પસંદ છે. જોકે બળનો પ્રયોગ કરતા ઉમરને ‘બિગ બૉસ 15’માંથી બહાર કાઢી નાખવામાં આવ્યો હતો. રશ્મિ વિશે વાત કરતાં ઉમરે કહ્યું હતું કે ‘અમે પહેલેથી ફ્રેન્ડ્સ છીએ અને ઘરમાં પણ હતાં. અમે ફક્ત સારા ફ્રેન્ડ્સ છીએ. અમે બન્ને એકબીજાને પસંદ કરીએ છીએ અને એને રિલેશનશિપનો ટૅગ આપવો ખૂબ જ જલદી કહેવાશે. અમે એ સ્ટેજમાંથી હજી આગળ નથી વધ્યાં એટલે હજી એને ફ્રેન્ડશિપ કહેવી વધુ યોગ્ય રહેશે.’

