Bigg Boss 14: વિજેતા બનતાં જ રુબિનાએ કર્યો પતિ સાથે લોકગીત પર ડાન્સ
Bigg Boss 14: વિજેતા બનતાં જ રુબિનાએ કર્યો પતિ સાથે લોકગીત પર ડાન્સ
ટેલીવિઝન શૉની જાણીતી વહુ અને 'બિગ બૉસ 14'ની વિનર એક્ટ્રેસ રુબિના દિલૈક હાલ પોતાની ફેમિલી સાથે પોતાની જીતની ખુશી એન્જૉય કરી રહી છે. રુબિનાએ 'બિગ બૉસ 14'માં અનેક મુશ્કેલીઓનો સામનો કર્યા પછી આ સીઝનના વિનરનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. આ ખુશીમાં ફક્ત પોતાનો પરિવાર જ નહીં પણ તેના ચાહકો અને નજીકના મિત્રો પણ સામેલ થયા. આ દરમિયાન હવે રુબિના દિલૈકનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેને તેના ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. સામે આવેલા વીડિયોમાં રુબિના પોતાના પતિ એક્ટર અભિનવ શુક્લા સાથે ડાન્સ કરતો જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને ચાહકો તેના પર કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.
રુબિના દિલૈકે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક ખાસ વીડિયો શૅર કર્યો છે. આ વીડિયોમાં રુબિના પોતાના પતિ અભિનવ શુક્લા સાથે એક લોકગીત પર ફૉક ડાન્સ કરતી પણ જોવા મળી રહી છે. આ દરમિયાન રુબિનાએ બ્લેક ડ્રેસ પહેર્યો છે અને ખૂબ જ અનોખા અંદાજમાં ડાન્સ કરી રહી છે. તો તેના પતિ એક્ટર અભિનવ બ્લૂ શૉટ્સમાં અને ગ્રે ટી-શર્ટમાં જોવા મળે છે. બન્નેની જોડી જોતા તેના ચાહકો ખૂબ જ ખુશ થઈ રહ્યા છે.
ADVERTISEMENT
View this post on Instagram
જણાવવાનું કે બિગબૉસ 14ના ઘરમાં અનેક જોડીઓ જેમ કે પવિત્રા પુનિયા અને એજાઝ ખાન, અલી ગોની અને જેસ્મિન ભસીન, રુબિના દિલૈક અને અભિનવ શુક્લાની જોડી ખૂબ જ લોકપ્રિય થઈ. પણ આ સીઝનની બેસ્ટ જોડીનો ખિતાબ રુબિના દિલૈક અને અભિનવ શુક્લાએ પોતાના નામે કર્યો. આ બન્નેએ દર્શકોના મન પર પોતાની એક આગવી છાપ બેસાડી. અને આમ તેમને 'બિગ બૉસ 14'ની બેસ્ટ જોડીનો ખિતાબ પણ આપવામાં આવ્યો. આ વાતથી અભિનવ ખૂબ જ ઇમોશનલ થયો.
હાલ રુબિના દિલૈક અને અભિનવ શુક્લાની પાર્ટીની કેટલીક તસવીરો સામે આવી હતી, જેમાં આ બન્ને સિવાય સૃષ્ટિ રોડે, શરદ કેલકર, કીર્તિ ગાયકવાડ જેવા કેટલાય કલાકારો પણ સામેલ હતા.

