Bigg Boss 14: શું બેઘર થયેલા આ કન્ટેસ્ટન્ટ્સ ફરીથી મારશે ઘરમાં એન્ટ્રી
બિગ-બૉસ હાઉસ
'કર્લસ' ચેનલના સૌથી વિવાદિત અને લોકપ્રિય શો 'બિગ બૉસ'ની સીઝન 14ની ત્રીજી ઓક્ટોબરથી ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. શૉનાં સ્પર્ધકો ધીરે-ધીરે ફોર્મમાં આવી રહ્યાં છે. બિગ બૉસ સીઝન 14માં શરૂઆતથી જ ઘરમાં જબરજસ્ત માહોલ જામ્યો છે. મેકર્સ પણ શોને એન્ટરટેઇનિંગ બનાવવાના સંભવ પ્રયાસ કરી રહ્યાં છે. હવે શોમાં 'યે હૈ મોહબ્બતેં' ફૅમ અભિનેતા અલી ગોની (Aly Goni) ટૂંક સમયમાં રિયાલિટી શૉ 'બિગ બૉસ'માં સ્પર્ધક તરીકે જોવા મળશે. પરંતુ આની પહેલા બિગ-બૉસે ડબલ એવિક્શનમાં કવિતા કૌશિક અને નિશાંત મલકાનીને ઘરથી બેઘર કરીને સીન જ પલટી દીધો છે.
ADVERTISEMENT
પરંતુ હવે બિગ-બૉસના ઘરનો સીન એકવાર ફરીથી પલટવાનો છે, કારણકે ઘરમાં અલી ગોની સાથે-સાથે હવે એલિમિનેટેડ કન્ટેસ્ટન્ટ્સની પણ એન્ટ્રી થવાની છે. બિગ-બૉસ 14ના ફૅન પેજ મુજબ, આ સપ્તાહે ડબલ એવિક્શનમાં બેઘર થયેલો નિશાંત મલકાની અને કવિતા કૌશિકને હાલ સીક્રેટ રૂમમાં મોકલવામાં આવ્યા છે અને બન્ને 4 નવેમ્બરના રોજ ઘરમાં ફરથી એન્ટ્રી લેશે.
જાણવા મળી રહ્યું છે કે સીક્રેટ રૂમમાં કવિતા કૌશિક અને નિશાંત મલકાની ઘરના દરેક સદસ્યની ગતિવિધિઓ પર નજર રાખશે અને તેમની વાતચીત પણ સાંભળી શકશે. જેવી રીતે બિગ-બૉસ 13માં સિદ્ધાર્થ શુક્લા અને પારસ છાબરાને સીક્રેટ રૂમમાં રાખવામાં આવ્યા હતા.
સાથે જ એવા પણ અહેવાલો મળી રહ્યા છે કે પહેલા જ અઠવાડિયામાં બિગ-બૉસના ઘરથી બેઘર થનારી પંજાબી સિંગર સારા ગુરપાલ પણ 4 નવેમ્બરે બિગ-બૉસમાં ફરીથી એન્ટ્રી મારશે. સારા ગુરપાલની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રીની ચર્ચા ઘણા સમયથી થઈ રહી હતી. જોકે હજી સુધી આ વાત કન્ફર્મ થઈ નથી કે આ ત્રણેય એલિમિનેટેડ કન્ટેસ્ટન્ટ્સ ખરેખર બિગ-બૉસ 14માં ફરીથી આવશે કે નહીં, પરંતુ સોશિયલ મીડિયા પર તેમની એન્ટ્રીના સમાચાર સતત છવાયેલા છે.
આ પણ વાંચો : Bigg Boss 14: જાણો કોણ છે નિક્કી તંબોલી, એન્ટ્રી લેતા જ વાઈરલ થઈ બૉલ્ડ તસવીરો
આવનારા એપિસોડમાં પવિત્રા પુનિયા અને એજાઝ ખાન વચ્ચે નોમિનેશનને લઈને જોરદાર ઝઘડો થતો જોવા મળશે. નોમિનેશન ટાસ્કમાંથી જે કન્ટેસ્ટન્ટ્સ નોમિનેટ થયા છે એમાં રૂબિના દિલૈક, શાર્દુલ ઠાકુર, નૈના સિંહ અને રાહુલ વૈદ્યનું નામ સામેલ છે.

