Bigg Boss 14: નિક્કી તંબોલી પર ભડક્યા સલમાન ખાન, કર્યું આવું શરમજનક કામ
સલમાન ખાન
બિગ-બૉસ 14માં વીકેન્ડ કા વાર બે ફેવરેટ કન્ટેસ્ટન્ટ માટે એકદમ ખરાબ રહેવાનું છે. સલમાન ખાન એમની મનપંસદ કન્ટેસ્ટન્ટ નિક્કી તંબોલીની ક્લાસ લેતા નજર આવવાના છે. પવિત્રા પૂનિયા સિવાય આજે પ્રસારિત થનારા શૉમાં નિક્કી તંબોલીની ક્લાસ સલમાન ખાન લેવાના છે. હોસ્ટ સલમાન ખાન નિક્કીને રાહુલ વૈદ્ય સાથે કરવામાં આવેલા એક ટાસ્ક માટે સંભળાવવાના છે.
હકીકતમાં, કલર્સે પોતાના ઑફિશિયલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આજે એટલે રવિવારે પ્રસારિત થનારા એપિસોડનો પ્રોમો પોસ્ટ કર્યો છે. પ્રોમોમાં બતાવવામાં આવ્યું છે કે સલમાન ખાન નિક્કીને ટાસ્ક દરમિયાન માસ્કને પેન્ટમાં રાખવા અંગે સવાલ પૂછ્યા. સલમાન ખાને કહ્યું- નિક્કી તમે માસ્ક ક્યા રાખ્યો? બોલવામાં તકલીફ થઈ રહી છે? કરવામાં કઈ તકલીફ નહીં થઈ.
ADVERTISEMENT
આ પણ વાંચો : Bigg Boss: બિગ બૉસના ઘરમાં પાછી આવી કવિતા કૌશિક, આવા હતા એજાઝના રિએક્શન
નિક્કી પોતાના બચાવમાં કહે છે- જે અચાનાક મારા મનમાં આવ્યું, તે મેં કર્યું. નિક્કીના જવાબ પર સલમાન ખાન ભડકી જાય છે. તેઓ કહે છે, હજી તમે બોલી રહ્યા છો, હાં મેં કર્યું.....મેં કર્યું. હું ખૂબ જ શોક્ડ છું. જો રાહુલ આવું કરતે તો? એના પર રાહુલ જવાબ આપે છે- બર્બાદ. સલમાન ખાન આગળ કહે છે કે તમે કેટલા નીચા પડવા માંગો છો, તે તમારા પર નિર્ભર છે. તે ઘણુ શરમજનક હતું. જુઓ અહીંયા વીડિયો-
જણાવી દઈએ કે નિક્કી તંબોલી પર સલમાન ખાન એટલે ગુસ્સે થયા કારણકે એણે રાહુલ વૈદ્યની સાથે એક ટાસ્કમાં એવું કર્યું, જેના લીધે તેને બધા લોકોની ટીકાઓનો સામનો કરવા પડ્યો. નિક્કી તંબોલી રાહુલ વૈદ્ય પાસેથી માસ્કને બચાવવા માટે તે માસ્કને પોતાના પેન્ટમાં રાખી દે છે. તે જ સમયે રાહુલ રડવા પણ લાગે છે. તે જ સમયે, ઘરના બધા સભ્યો સતત તેની ટીકા કરે છે. તેમ છતાં નિક્કી અત્યાર સુધી આવી ગેમ રમતી આવી છે. હવે જોવાનું રહેશે કે આ વાત કેટલી આગળ વધે છે કે એની ગેમ બદલાય જશે.

