Bigg Boss 14: શું 6 લાખ રૂપિયાની ઑફર લઈને 'નિક્કી તંબોલી' છોડી દેશે શૉ
નિક્કી તંબોલી - ઈન્સ્ટાગ્રામ
બિગ-બૉસ (Bigg Boss)ફિનાલેમાં હજી થોડા દિવસ જ બાકી રહ્યા છે, ઘરમાં બાકી રહેલા પાંચેય કન્ટેસ્ટન્ટ બિગ-બૉસની ટ્રૉફી મેળવવા માટે સખત મહેનત કરી રહ્યા છે. તે પહેલા જ બિગ-બૉસે ઘરની પહેલી ફાઈનલિસ્ટ નિક્કી તંબોલી (Nikki Tamboli)ને એક ઑફર આપી છે, અને તેની સાથે એક ડીલ રાખી છે. આ ડીલમાં બિગ-બૉસે નિક્કીને 6 લાખ રૂપિયાની ઑફર આપી છે. પરંતુ જો નિક્કીએ આ રકમ લઈ લેશે તો તેણે શૉ છોડી દેવો પડશે.
View this post on Instagram
ADVERTISEMENT
કલર્સે પોતાના ઈન્સ્ટાગ્રામ પર આજના એપિસોડનો એક પ્રોમો શૅર કર્યો છે, જેમાં અલી ગોની એક પત્ર વાંચતા નજર આવી રહ્યા છે. અલી ગોની પત્ર વાંચતા કહે છે કે, નિક્કી 6 લાખ રૂપિયા સ્વીકારી લે છે અને શૉ છોડીને ચાલી જાય. બિગ-બૉસનો પત્ર વાંચીને રાખી સાવંત કહે છે, '6 લાખ બહુ જ મોટી રકમ છે.' આ બાદ નિક્કી કહે છે, મારા માટે તો આ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. બાદ નિક્કી 6 લાખ રૂપિયાની સૂટકેસ જોઈને ઉત્સાહિત દેખાઈ રહી છે. જોકે વીડિયોમાં તે બતાવવામાં પણ નથી આવ્યું કે નિક્કીએ પૈસા લીધા છે કે નહીં, તે જાણવા માટે તમારે એપિસોડ જોવો પડશે.
તમને જણાવી દઈએ કે રાહુલ વૈદ્ય, રૂબિના દિલૈક, રાખી સાવંત, નિક્કી તંબોલી અને અલી ગોની બિગ-બૉસના 5 ફાઈનલિસ્ટ બન્યા છે. આ વીકેન્ડ કા વારમાં દેવોલીના ભટ્ટાચાર્જી ઘરથી બેઘર થઈ હતી. દેવોલીના ભટ્ટાચાર્જી, એજાઝ ખાનની પ્રોક્સી બનીને શૉમાં નજર આવી હતી. એટલે દેવોલીના ઘરની બહાર જવાની સાથે જ એજાઝ ખાનનો સફર પણ શૉમાંથી સમાપ્ત થઈ ગયો હતો. આ પહેલા અભિનવ શુક્લાનું મિડ-વીકમાં એવિક્શન થયું હતું. 3 ઑક્ટોબર 2020માં શરૂ થયેલો બિગ-બૉસ હવે બસ થોડા જ દિવસોમાં સમાપ્ત થવા જઈ રહ્યો છે. ફિનાલેની વાત કરીએ તો બિગ-બૉસ 14નો ફિનાલે 21 ફેબ્રુઆરીએ થશે.

