BB 14: વિકાસ ગુપ્તા અને એજાઝ ખાન વચ્ચે એક્સ-ગર્લફ્રેન્ડને લઈને ઝઘડો
વિકાસ ગુપ્તા અને એજાઝ ખાન. તસવીર સૌજન્ય - જાગરણ
બિગ-બૉસ 14માં શુક્રવારના એપિસોડમાં જોવા મળ્યું હતું કે અર્શી ખાને અલી ગોની અને રાહુલ વૈદ્યને દગો આપીને વિકાસ ગુપ્તાને નવો કેપ્ટન બનાવી દે છે. તેને આ નિર્ણય માટે સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરવામાં આવી રહી છે. હવે વિકાસ ગુપ્તાને કેપ્ટન બનાવ્યા બાદ ઘરના નિયમોને તોડતા નજર પડે છે. તેઓ દિવસ દરમિયાન સૂતા પણ નજર આવી રહ્યા છે.
View this post on Instagram
ADVERTISEMENT
તેમ જ શુક્રવારના એપિસોડમાં બિગ-બૉસ ઘરના સભ્યોને એમના ઘરેથી આવેલા પત્રો પણ આપે છે. આના લીધે એજાઝ ખાન અને વિકાસ ગુપ્તા વચ્ચે જોરદાર ઝઘડો પણ જોવા મળે છે. વિકાસ ગુપ્તા એક જૂની ઘટના વિશે વાત કરે છે અને જણાવે છે કે કેવી રીતે એજાઝ ખાનની એક્સ-ગર્લફ્રેન્ડ તેને દગો આપીને તેને ડેટ કરી રહી હતી. વિકાસ ગુપ્તા નિક્કી તંબોલીને કહે છે કે આજે તે સાંભળવા માંગતો નથી. આ પછી બન્નેમાં જબરદસ્ત ઝઘડો જોવા મળે છે.
View this post on Instagram
આ સિવાય કેપ્ટન તરીકે વિકાસ ગુપ્તા નિક્કી તંબોલીને જેલથી ભાગી જતા તેને રોકવા માટે કોઈ પ્રયત્ન કરતા નથી. ચાહકો પણ આથી નારાજ છે અને તેઓ વિકાસ ગુપ્તાને અસમર્થ કેપ્ટન કહી રહ્યા છે. આટલું જ નહીં, તેની નિંદા પણ કરવામાં આવી છે, એક પ્રશંસકે લખ્યું છે કે, વિકાસ ગુપ્તાને કેપ્ટેન્સીમાંથી કાઢી મૂકવો જોઈએ કારણે તેણે ઘરના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. વિકાસ ગુપ્તાની કેપ્ટેન્સીના અધ્યક્ષતામાં આવનારા દિવસોમાં જોવાનું છે શૉમાં શું નવું જોવા મળશે.
આ વખતે બિગ-બૉસ પહેલાના મુકાબલે એકદમ અલગ છે. આ વખતે બિગ-બૉસમાં 4 ફાઈનલિસ્ટની પસંદગી કરવામાં આવી હતી, જેમના નામ એજાઝ ખાન, અભિનવ શુક્લા, રૂબીના દિલૈક અને જાસ્મિન ભસીન છે. જો કે, આ પછી બિગ બૉસમાં 6 ચેલેન્જર્સ પણ આવી ગયા છે, જ્યારે નિક્કી તંબોલી, રાહુલ વૈદ્ય અને અલી ગોની પણ શૉમાં પાછા ફર્યા છે, જ્યારે સોનાલી ફોગાટ તાજેતરમાં જ શૉમાં પ્રવેશી છે.

