Bigg Boss 14: થઈ જાઓ તૈયાર, બિગ-બૉસ 14નો પ્રોમો વીડિયો રિલીઝ
Bigg Boss 14નો પ્રોમો વીડિયો રિલીઝ
બિગ બોસ 13 ની શ્રેષ્ઠ લોકપ્રિયતા બાદ, ફૅન્સ આગામી સીઝન માટે ખૂબ ઉત્સાહિત છે. તાજેતરમાં જ સમાચાર આવ્યા હતા કે બિગ બૉસ 14 ને 27 સપ્ટેમ્બરથી કલર્સ ચેનલ પર બતાવવામાં આવશે, ત્યારબાદ આ શોનો પહેલો પ્રોમો પણ બહાર આવ્યો છે.
કલર્સ ચૅનલ પર આ શૉનો પહેલો પ્રોમો સોશિયલ મીડિયા દ્વારા રિલીઝ કરવામાં આવ્યો છે. જેમાં સલમાન ખાન પોતાના ફાર્મહાઉસમાં ખેતી કરતા અને ટ્રેક્ટર ચલાવતા નજર આવી રહ્યા છે. એની સાથે એક્ટરે કહ્યું, લૉકડાઉન લઈને આવ્યું છે નૉર્મલ લાઈફમાં સ્પીડ બ્રેકર, એટલે ઉગાવી રહ્યો છું ચોખા અને ચલાવી રહ્યો છું ટ્રેક્ટર. પર હવે સીન બદલાશે. પ્રોમો સાથે ચૅનલે લખ્યું, હવે બદલાશે સીન, કારણકે બિગ-બૉસ આપશે 2020નો જવાબ, બિગ-બૉસ 14 ટૂંક સમયમાં જોવા મળશે કલર્સ ટીવી પર.
ADVERTISEMENT
તાજેતરના અહેવાલ મુજબ, બિગ બૉસ 14મી સીઝન 27 સપ્ટેમ્બરથી કલર્સ ચેનલ પર પ્રસારિત થઈ શકે છે, જેના માટે બે દિવસ પહેલા બધા કન્ટેસ્ટન્ટ શૂટિંગ કરશે. સલમાન ખાન આ વર્ષે તેના પનવેલ ફાર્મહાઉસથી આ શૉનું હોસ્ટ કરશે. વળી, તેમણે શૉનો પ્રોમો પણ ત્યાં જ શૂટ કર્યો છે.
ત્યાં એક તરફ વિશાલ સલાથિયા, ચાહત ખન્ના, શુભાંગી અત્રે, તેજસ્વી પ્રકાશ અને અધ્યયન સુમન જેવા સેલેબ્સે શૉની ઑફર નકારી દીધી છે. બીજી બાજુ નિયા શર્મા અને વિવિયન ડીસેનાનું નામ પણ આ લિસ્ટમાં છે.
શૉમાં આ સીઝન હાઈજીન અને સોશિયલ ડિસન્ટેન્સિંગનો ટ્વિટ્સ પણ નજર આવી શકે છે. જાણવામાં આવી રહ્યું છે ક શૉમાં દાખલ થનારા બધા સ્પર્ધકને ફરજિયાત કોરોના ટેસ્ટ કરાવવાનો રહેશે. શૉના ડાયરેક્ટર ઓમંગ કુમાર દ્વારા ડિઝાઈન કરવામાં આવેલા સેટમાં પણ ગ્રીન અને રેડ ઝોન જોવા મળશે. શૉને પૂરી રીતે લૉકડાઉન થીમ પર બનાવવાના સમાચાર છે. કેટલાક રિપોર્ટ્સની માનીએ તો આ વખતે વોટિંગ નહીં પરંતુ તાપમાન અને ઈમ્યૂનિટીના આધાર પર પણ એલિમિનેશન થઈ શકે છે.

