Bigg Boss 14: બાકીની સીઝન્સમાં કયા વિજેતાએ જીતી કેટલી રકમ, જાણો
સલમાન ખાન
બિગ-બૉસ 14નો ઉતાર-ચઢાવવાલો સફર આ વીકેન્ડમાં સમાપ્ત થઈ જશે. આવનારા વીકેન્ડમાં 14મી સીઝનનો ગ્રાન્ડ ફિનાલે આયોજિત કરવામાં આવી રહ્યો છે. ફિનાલે વીકમાં 5 કન્ટેસ્ટન્ટ્સ વચ્ચે મુકાબલો ચાલું છે. એ કન્ટેસ્ટન્ટ્સ છે - રૂબીના દિલૈક, રાખી સાવંત, રાહુલ વૈદ્ય, અલી ગોની અને નિક્કી તંબોલી. સલમાન ખાને છેલ્લા વીકેન્ડમાં તમામ કન્ટેસ્ટન્ટ્સને સીઝન 14ના ટ્રૉફીની ઝલક બતાવી હતી. ફિનાલે પહેલા આવો જાણીએ અગાઉની સીઝન્સમાં કોણ વિનર રહ્યા હતા અને તેમને કેટલી પ્રાઈમ મની મળી હતી.
વર્ષ 2006માં શરૂ થયેલા બિગ-બૉસના પહેલા સીઝનના વિજેતા અભિનેતા રાહુલ રૉય રહ્યા હતા. તે સીઝનમાં પણ વિનરને એક કરોડ રૂપિયા મળ્યા હતા. આશુતોષ કૌશિકે બિગ-બૉસની બીજી સીઝન જીતી હતી. તેમને પણ 1 કરોડ રૂપિયા પ્રાઈઝ મની તરીકે મળ્યા હતા. જણાવી દઈએ કે આશુતોષ રોડીઝથી પ્રખ્યાત બન્યા હતા. બિગ-બૉસ 3ના વિનર વિંદુ દારા સિંહે 1 કરોડ રૂપિયા પ્રાઈઝ મની અને લક્ઝરી કાર જીતી હતી. સીઝન 14માં વિંદુ રાખી સાવંતના કનેક્શન તરીકે જોવા મળ્યા હતા.
ADVERTISEMENT
બિગ-બૉસ 5મી સીઝનના વિજેતા કુમકુમ ફૅમ એક્ટ્રેસ જૂહી પરમાર હતી. તેને પણ પ્રાઈઝ મની તરીકે 1 કરોડ રૂપિયા મળ્યા હતા. બિગ-બૉસ 4 કસૌટી ફૅમસ શ્વેતા તિવારી જીતી હતી. તેને પણ 1 કરોડ રૂપિયા પ્રાઈઝ મની તરીકે મળ્યા હતા.
બિગ-બૉસની સીઝન 6ની વિનર ટીવી એક્ટ્રેસ ઉર્વશી ધોળકિયા રહી હતી. ઉર્વશીને ટ્રૉફી સાથે 50 લાખ પ્રાઈઝ મની મળી હતી. એક્ટ્રેસ ગૌહર ખાન સીઝન 7ની વિનર રહી હતી. શૉમાં ગૌહર અને કુશલ ટંડનની લવસ્ટોરી ચર્ચામાં રહી હતી. ગૌહર ખાનને 50 લાખ રૂપિયાની ઈનામની રકમ મળી હતી.
બિગ-બૉસની 8મી સીઝનના વિનર રહ્યા હતા ગૌતમ ગુલાટી. ગૌતમને 50 લાખ રૂપિયા પ્રાઈઝ મની તરીકે મળ્યા હતા. પ્રિન્સ નરુલાએ બિગ-બૉસની 9મી સીઝન જીતી હતી. પ્રિન્સને 35 લાખ રૂપિયા પ્રાઈઝ મની તરીકે મળ્યા હતા. બિગ-બૉસ 10માં કૉમનર મનુ પંજાબી અને મનવીર ગુર્જરની મિત્રતાઓ ઘણી લોકપ્રિયા મેળવી હતી. તેમ જ વિજેતા બનેલા નોએડાના કૉમનર મનવીર ગુર્જર. પ્રાઈઝ મની તરીકે તેમને 40 લાખ રૂપિયા મળ્યા હતા.
સીઝન 11ની વનર ભાભીજી ઘર પર હૈ ફૅમ શિલ્પા શિંદે હતી. તેમણે 44 લાખ રૂપિયા જીતની રકમ તરીકે મળ્યા હતા. સીઝન 12ની વિનર દીપિકા કક્કર ઈબ્રાહિમ હતી. દીપિકાને ટ્રૉફી સાથે 30 લાખ રૂપિયા પ્રાઈઝ મની મળી હતી. સીઝન 13માં વિનર રહ્યા હતા સિદ્ધાર્થ શુક્લા, જેમને ટ્રૉફીની સાથે 50 લાખ રૂપિયા પ્રાઈઝ મની જીતી હતી. સિદ્ધાર્થ સીઝન 14માં પણ નજર આવ્યા હતા અને સીનિયર તરીકે ઘરની અંદર રહ્યા હતા.

